Dhoraji: ધોરાજી આઈ.ટી.આઈ. ખાતે ચતુર્થ કૌશલ્ય દિક્ષાંત સમારોહ યોજાયો
તા.6/10/2025
વાત્સલયમ્ સમાચાર
૧૯૯ તાલીમાર્થીઓને પદવીપત્રો એનાયત કરાયા
Rajkot, Dhoraji: ઔદ્યોગિક તાલીમ સંસ્થા,ધોરાજી ખાતે સંસ્થાના આચાર્ય શ્રી વી.વી.ભેંસાણીયાની અધ્યક્ષતામાં ૪ ઓક્ટોબરના રોજ ચતુર્થ કૌશલ્ય દિક્ષાંત સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સંસ્થાના કુલ ૧૯૯ તાલીમાર્થીઓને પદવીપત્રોનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે પટેલ એગ્રી એક્સ્પોર્ટના માલીક શ્રી રાજેશભાઈ હિરપરા, બાલાજી પોલી પ્લાસ્ટના માલીક શ્રી શામજીભાઈ વૈષ્ણવ તથા એસ.ટી.ડેપો ધોરાજી તરફથી શ્રી યુવરાજસિંહ જાડેજા હાજર રહ્યા હતા.
આ સંસ્થા ખાતે ૧૨ ટ્રેડ કાર્યરત છે. આ દરેક ટ્રેડની તાલીમમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરી પ્રથમ, દ્વિતીય અને તૃતિય ક્રમ મેળવેલા તાલીમાર્થીઓને મેડલ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. ઉપરાંત તમામ તાલીમાર્થીઓને પદવીપત્રો એનાયત કરવામાં આવ્યા અને તેમને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.
આ સાથે તાલીમાર્થીઓને એપ્રેન્ટિસશીપ તેમજ રોજગારીની તકો, રોજગાર ભરતી મેળા, તેમજ ઉચ્ચ કૌશલ્ય જેવી બાબતોથી માહિતીગાર કરવામાં આવ્યા હતા.
આ અવસરે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની અધ્યક્ષતામાં નવી દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે આયોજિત કૌશલ્ય દિક્ષાંત સમારોહનું લાઈવ પ્રસારણ કરવામાં આવ્યું હતું. જેને સૌએ નિહાળ્યું હતું.