DHORAJIGUJARATRAJKOTRAJKOT CITY / TALUKO
Dhoraji: ધોરાજી નગરપાલિકા દ્વારા “સ્વચ્છતા અભિયાન” હાથ ધરાયુ

તા.૨૫/૧૧/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot, Dhoraji: મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્યભરમાં “સ્વચ્છતા અભિયાન” અંતર્ગત સ્વછતા કામગીરી કરવામાં આવી રહી છે. રાજકોટ કલેકટરશ્રી ડો. ઓમપ્રકાશના માર્ગદર્શનમાં જિલ્લા વિકાસ અધિકરીની સૂચનાથી જિલ્લામાં વ્યાપક સ્વચ્છતા અભિયાન ચાલી રહ્યું છે.
જે અન્વયે ધોરાજી નગરપાલિકા દ્વારા “સ્વચ્છતા અભિયાન” અંતર્ગત તા.૨૫/૧૧/૨૦૨૫ ના રોજ પબ્લિક ટોઇલેટ્સ, જાહેર રસ્તાઓ તેમજ જનતાબાગ વગેરેની સાફસફાઇ હાથ ધરવામાં આવી હતી.





