Dhoraji: શેરી નાટક અને કઠપૂતળી પ્રદર્શન દ્વારા ધોરાજીવાસીઓને કરાયા સ્વચ્છતા પ્રત્યે પ્રોત્સાહિત
તા.૧૦/૩/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot, Dhoraji: “સ્વચ્છ ભારત,નિર્મળ ભારત”ની નેમ સાથે સમગ્ર રાષ્ટ્રમાં શહેરો તેમજ તમામ ગ્રામ વિસ્તારોને સ્વચ્છતા તરફ પ્રોત્સાહિત કરવા માટે વિશિષ્ટ અભિયાન ચલાવવામાં આવે છે. જે અંતર્ગત તમામ વિસ્તારોના સર્વેક્ષણ કરી સ્વચ્છતા અભિયાન હેઠળ ઉત્કૃષ્ટ કામગીરી કરનારને વિશિષ્ટ પુરસ્કાર આપવામાં આવે છે.
“સ્વચ્છ સર્વેક્ષણ”ના ભાગરૂપે રાજકોટ જિલ્લાના ધોરાજી શહેરમાં “સ્વચ્છ ભારત મિશન અર્બન”ની કચેરી દ્વારા સ્વચ્છતા બાબતે લોકોમાં જાગૃતિ લાવવા માટે શેરી નાટક તેમજ પપેટ શો યોજાયા હતા. જેમાં ધોરાજી શહેરના જુના ઉપલેટા રોડ, ધોરાજી તાલુકા શાળા, સ્વામિનારાયણ મંદિર પાસે, સ્ટેશન રોડ, નવરંગ ઘાટીયા તેમજ લાલજીનગર અને રામપુરા વિસ્તારમાં શેરી નાટક અને કઠપૂતળી પ્રદર્શન દ્વારા લોકોને કચરાના નિકાલ અંગે સમજૂત કરી ઘર, શેરી અને પોતાના સમગ્ર વિસ્તારને સ્વચ્છ રાખવા માટે અપીલ કરવામાં આવી હતી.