જી.ડી મોદી કોલેજ ઓફ આર્ટસમાં સંસ્કૃત વિભાગ દ્વારા સંસ્કૃત સંભાષણ શિબિર યોજાઈ
જી.ડી મોદી કોલેજ ઓફ આર્ટસ પાલનપુરના સંસ્કૃત વિભાગ દ્વારા તા. 5/ 8/2024 થી તા.14/8/2024 દરમ્યાન દશ દિવસીય સંસ્કૃત સંભાષણ શિબિરનું આયોજન પ્રિ .ડૉ.ચૌહાણ સાહેબના માર્ગદર્શન હેઠળ સંસ્કૃત વિભાગના ડો.રાધાબેન, ડો.સુરેખાબેન, ડૉ.જાનકીબેન તેમજ સંસ્કૃત અનૌપચારિક શિક્ષણ કેન્દ્રના શિક્ષક યોગેશજી દ્વારા કરવામાં આવ્યું હતું. જેનો લાભ B.A.sem 1,3, 5અને M.A Sem 1,3ના તેમજઅન્ય વિષયના વિદ્યાર્થીઓએ લીધો હતો. આ સંભાષણ વર્ગમાં વિદ્યાર્થીઓને સંસ્કૃતમાં સંવાદ કરવો, સ્વ-પરિચય આપવો ,સંસ્કૃતમાં ટૂંકી વાર્તા કહેવી વગેરે શીખવવામાં આવ્યું હતું.
દિન- પ્રતિદિન સંસ્કૃત ભાષાના ઘટતા જતા મહત્વને ધ્યાને લઈને પ્રતિવર્ષે સંસ્કૃત વિભાગ દ્વારા આશિબિરનું આયોજન કરવામાં આવે છે. જેથી વિદ્યાર્થીઓ સરળતાથી સંસ્કૃત બોલતા શીખે અને સંસ્કૃત ભાષાનું મહત્વ જન-માનસમાં વધે તેવા શુભ આશયથી આયોજન કરવામાં આવે છે.