Dhoraji: ‘મારું ધોરાજી, મારું ગૌરવ’’: ધોરાજી શહેરમાં સઘન સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરાઈ

તા.૧૮/૧૨/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
વિવિધ વિસ્તારોની સ્વચ્છતા સાથે બેનર થકી નાગરિકોને અપાયા સ્વચ્છતાના સંદેશ
Rajkot, Dhoraji: ‘સ્વચ્છતા હી સેવા-૨૦૨૫’ અભિયાનના ભાગરૂપે રાજ્યના વિવિધ શહેરોમાં સ્વચ્છતાના કાર્યકમો હાથ ધરવામાં આવી રહ્યા છે. જે અંતર્ગત ધોરાજી નગરપાલિકામાં આજે સઘન સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. ‘‘મારું ધોરાજી મારું ગૌરવ’’ તેવા બેનર અને સૂત્રો થકી નાગરિકોને પણ સ્વચ્છતા માટે પ્રેરિત કરવામાં આવ્યા હતા.
ધોરાજીમાં આજે સવારથી જ ‘‘આજે કચરો અલગ પાડો, આવતીકાલને ઉજ્જવળ બનાવો” (Segregated Today, Shine Tomorrow)થી થીમ સાથે કચરાના જોખમી ઢગલા (જી.વી.પી.), વાણિજ્ય વિસ્તારો, રહેણાંક વિસ્તારો, સ્લમ વિસ્તારો, ફુટપાથની તેમજ પબ્લિક ટોઇલેટ, અને સર્કલોની સઘન સફાઈ કરવામાં આવી હતી.
આ સાથે ધોરાજી નગરપાલિકા દ્વારા પાલિકા કચેરી ખાતે તેમજ સરકારી દવાખાના ખાતે બેનર લગાવીને સ્વચ્છતાના સંસ્કાર કેળવવાના સંદેશ આપવામાં આવ્યા હતા.




