DHORAJIGUJARATRAJKOTRAJKOT CITY / TALUKO
Dhoraji: સ્વચ્છોત્સવ : ધોરાજીમાં સ્વચ્છતા સંદેશ સાથે સેલ્ફી પોઇન્ટનો લાભ લેતા નગરજનો
તા.૨૪/૯/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot, Dhoraji: હરવા ફરવાના સ્થળોની યાદગીરી રૂપે સેલ્ફી લેતા નગરજનો સ્વચ્છતાની સેલ્ફી લઈ સામાજિક સંદેશ ફેલાવે તે માટે ધોરાજી નગરપાલિકા દ્વારા નવતર પ્રયોગ કરવામાં આવ્યો છે. હાલ રાજ્યમાં સ્વચ્છોત્સવની ઉજવણી ચાલી રહી છે. આપણું નગર સ્વચ્છ રહે તે માટે સાચો સંદેશ ફેલાવવા આઈ.ઈ.સી. પ્રવૃત્તિ અંતર્ગત ધોરાજી નગરપાલિકા દ્વારા વિવિધ સ્થળોએ સ્વચ્છતા હી સેવા ના લોગો અને પ્રતિકો સાથે સેલ્ફી પોઈન્ટ ઉભા કરવામાં આવ્યા છે. ‘હું સ્વચ્છ ગુજરાતનો સારથી છું’ તેવી ટેગ લાઈન સાથે સ્વચ્છતા સંદેશ સોશિયલ મીડિયાના માધ્યમથી લોકો સેલ્ફી દ્વારા જનજન સુધી પહોંચાડી રહ્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે રાજકોટ જિલ્લા કલેકટર અને જિલ્લા વિકાસ અધિકારીના દિશાનિદર્શનમાં સ્વચ્છતા અભિયાન વેગવંતુ બની રહ્યું છે.