DHORAJIGUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Dhoraji: રાજકોટ જિલ્લામાં માર્ગ અને મકાન વિભાગ દ્વારા ગ્રામ્ય સડકોના સમારકામની કામગીરી પૂરજોશમાં: ધોરાજી તાલુકાના પાટણવાવ રોડનું સમારકામ પૂર્ણ કરાયું 

તા.૧૪/૭/૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

Rajkot, Dhoraji: ચાલુ વર્ષે વરસાદની ઋતુના પ્રારંભે રાજ્યભરમાં પડેલા સાર્વત્રિક વરસાદના પરિણામે રસ્તાઓને નુકસાની થવા પામી હતી. જેના પરિણામે વાહન ચાલકો, રાહદારીઓને પડતી મુશ્કેલીને ધ્યાને રાખી મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલે તાત્કાલીક ધોરણે રોડ રીપેર કરવા સૂચના આપી હતી.

જેની અમલવારી રાજકોટ જિલ્લામાં કલેકટરશ્રી ડૉ ઓમપ્રકાશના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી રહી છે. ધોરાજીથી પાટણવાવ જતો રસ્તો પ્રવાસીઓને ઓસમ ડુંગર જેવા મહત્વના સ્થળની મુલાકાત લેવામાં મહત્વનો ભાગ ભજવે છે. માર્ગ અને મકાન વિભાગ પંચાયત હસ્તક રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકામાં ધોરાજીથી પાટણવાવ જતાં રસ્તા પર પડેલા ખાડાઓમાં પેવીંગ બ્લોક નાખીને સિમેન્ટથી રસ્તાની મરામતની કામગીરી હાથ ધરવામાં આવી હતી. તેમ આર.એન્ડ.બી. વિભાગના ઈજનેરશ્રી દ્વારા જણાવાયું છે.

Back to top button
error: Content is protected !!