DHORAJIGUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Dhoraji: ધોરાજીમાં હઝરત ખ્વાજા સાહેબ લોકમેળાના આયોજન માટે મેદાન ભાડે આપવા તા.૧૦ નવેમ્બરે પુન: હરરાજી યોજાશે

તા.6/11/2025

વાત્સલયમ્ સમાચાર

Rajkot, Dhoraji: રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના સકુરા નદીના મેદાન ખાતે તા. ૨૦/૧૧/૨૦૨૫ થી તા.૨૪/૧૧/૨૦૨૫ સુધી પાંચ દિવસ હઝરત ખ્વાજા સાહેબ લોકમેળાનું આયોજન કરવામાં આવશે. આ મેળામાં વિવિધ સ્ટોલ માટે મેદાન ભાડે આપવા અંગે બે વખત અખબારોમાં તથા બહોળા પ્રમાણમાં પ્રસિધ્ધિ આપવા છતાં અપસેટ કિંમત રૂ.૧૦,૧૭,૫૦૦/-થી ઓછા ભાવો રજુ થયેલ હોવાથી કમિટી દ્વારા નિર્ણય કરીને તા.૧૦/૧૧/૨૦૨૫ના રોજ ધોરાજીની મામલતદાર કચેરી ખાતે પુન: હરરાજીનું આયોજન કરાશે.

આ હરરાજીમાં ભાગ લેવા ઈચ્છતા ઇસમોએ રૂ.૧,૦૧,૭૫૦/- ડિપોઝીટ પેટે ભરવાના રહેશે. તેમ ધોરાજી મામલતદારશ્રીની યાદીમાં જણાવાયું છે.

Back to top button
error: Content is protected !!