BANASKANTHAGUJARATKANKREJ
થરા શ્રી ઓગડનાથ સોસાયટી મા ધુળેટી પર્વની રંગબેરંગી રંગ થી ઉજવણી કરવામાં આવી..
ઓગડ તાલુકાના મુખ્ય મથક થરામા ભક્તિ નગર સોસાયટી ખાતે આવેલ શ્રી ઓગડનાથજી સોસાયટી ખાતે

થરા શ્રી ઓગડનાથ સોસાયટી મા ધુળેટી પર્વની રંગબેરંગી રંગ થી ઉજવણી કરવામાં આવી..
સમગ્ર દેશમાં અનેરો ઉત્સાહથી લોકોએ હોળી અને ધૂળેટીના રંગે રંગાયા હતા ત્યારે ઓગડ તાલુકાના મુખ્ય મથક થરામા ભક્તિ નગર સોસાયટી ખાતે આવેલ શ્રી ઓગડનાથજી સોસાયટી ખાતે રહીશોએ જુદા જુદા રંગો દ્વારા એકબીજા સાથે પ્રેમથી અબીલ ગુલાલ અને રંગ બેરંગી રંગથી ધુળેટી પર્વની ઉજવણી કરવામાં આવી હતી. એકબીજાને હોળી ધુળેટી પર્વની શુભેચ્છાઓ પાઠવી હતી.જીવન માં અનેક પ્રકારની ખુશીઓ આનંદ ઉત્સાહ વધે અને દેશમાં ભાઈચારો કાયમ રહે એવી હોળી ધુળેટી પર્વ દરમિયાન અનુપમ પ્રાથમિક શાળા થરાના શિક્ષક સેમાભાઈ પટેલ, હરિભાઈ પ્રજાપતિ,શિક્ષક નરસંગભાઈ નાઈ,શિક્ષક કરશનભાઈ ચૌધરી,રઘુભાઈ જોષી,રાજુભાઈ નાઈ સહીત અઢારેય વર્ણના લોકોએ ધુળેટી ૨૦૨૬ ના વર્ષની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી.
નટવર કે. પ્રજાપતિ,થરા
મો.99795 21530




