લાખણી તાલુકાના ધુણસોલ ગામે તૈયારી કરતા વિધાર્થીઓ માટે માર્ગદર્શન સેમીનાર યોજાયો

નારણ ગોહિલ લાખણી
તા. 28/12/2025 રવિવાર ના રોજ વાવ થરાદ ના લાખણી તાલુકાના ધુણસોલ ગામે Unity Group ની પહેલથી યોજાયેલ પોલીસ ભરતીના માર્ગદર્શન સેમિનારમાં વિદ્યાર્થી યુવાનો – યુવતીઓ ખુબ મોટા પ્રમાણમાં ઉત્સાહથી ભાગ લીધો અને ખાસ લાખણી તાલુકાના સરપંચશ્રીઓ અને ધુણસોલ ગામનાં સરપંચશ્રી ઠાકોર ભમરાજી એ તેમજ દેતાલ ગામનાં યુવા BK-Detal એ lખુબ ઉત્સાહથી આ કાર્યક્રમ માટે તમામ સાથ સહકાર આપ્યો. આ કાર્યક્રમ સમાજના શિક્ષણવિદ અક્ષર અકાદમીના ડાયરેક્ટર એવા પ્રો. ડૉ. બી. સી. રાઠોડ સાહેબના પ્રમુખ સ્થાને યોજાયો. Unity Group Member અંકિત ઠાકોર, એડવોકેટ ચંદ્રપાલસિંહ, BK-Detal, એડવોકેટ અજયસિંહ, પ્રતીકજી ઠાકોર, જગતજી ઠાકોર ખાસ ઉપસ્થિત રહ્યા હતા જેમા આજુબાજુ ગામો માથી પોલીસ ભરતી પી એસ આઈ તેમજ અન્ય ભરતીઓ ની તૈયારી કરતા વિદ્યાર્થીઓ ભાઈ બહેનો ખુબ જ બહોળા પ્રમાણ મા ઉપસ્થિત રહી માર્ગદર્શન મેળવ્યું સાથે ધુણસોલ સંરપચ ભમરાજી ઠાકોર તેમજ ધુણસોલ ગામ દ્વારા આવેલા વિધાર્થીઓ ભાઈ બહેનો વડીલો ને મહેમાનો ને ભોજન પ્રસાદ નુ આયોજન કરી માનવતા મહેકાવી સાથે વિધાર્થીઓ એ આભાર માન્યો હતો




