ધૂરીયો રસ્તો ભાલેજ ઓવર બ્રિજ થી સામરખા ચોકડી સુધી ડિવાઇડર તોડતા કાટમાળ રોડ પર પથરાયો

ધૂરીયો રસ્તો ભાલેજ ઓવર બ્રિજ થી સામરખા ચોકડી સુધી ડિવાઇડર તોડતા કાટમાળ રોડ પર પથરાયો
તાહિર મેમણ – આણંદ – 21/11/2025 – ધૂરીયો રસ્તો ભાલેજ ઓવર બ્રિજ થી સામરખા ચોકડી સુધી ડિવાઇડર તોડતા કાટમાળ રોડ પર પથરાયો આવા રોડ પર સ્કૂટર સ્લીપ થઈ જાય તેવી બીક રહે છે બીજી બાજુ ફોર વાહન અને મોટા વાહન જાય ત્યારે ચારે તરફ ધૂર ઉડે છે જેથી પાછળ આવતા વાહન ને ધૂરીયા રસ્તા માંથી પસાર થવું પડે છે આસપાસ ના દુકાનદારો અને વાહન ચાલકો હાય તોબા પુકારી ઉઠ્યા છે
રાત્રી ના સમયે કામગીરી કરવામાં આવે તેવી સ્થાનિકો ની માંગ સામરખા ચોકડી માર્ગ પર વરસાદમાં પાણી ભરાઇ રહેતા બિસ્માર હાલતમાં ફેરવાઇ ગયો હતો.ત્યારે તંત્ર દ્વારા રૂ 4 કરોડ ઉપરાંત માતબર રકમના ખર્ચે નવીનીકરણ કામગીરી હાથ ધરવામાં આવી રહેલ છે.જેના ભાગરૂપે વર્ષો જૂના ડિવાઇડર જેસીબી મશીનથી તોડી નાંખવામાં આવી રહ્યાં છે.જો કે ટીમો દ્વારા રાત્રિના સમયે માર્ગ ઉપર કામગીરીઓ હાથ ધરવામા આવે ટ્રાફિકની સમસ્યા અટકી શકે તેમ હોવાનું રહીશોએ તંત્ર સામે આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું.તંત્ર ઊંઘ માં હોય એમ લાગે છે જયા દિવસે ટ્રાફિક રહતે હોય ને રાત્રે સુમસામ અને ઓછો ટ્રાફિક હોય તો રાતે કેમ કામગીરી કરવામાં નથી આવતી





