BANASKANTHAGUJARATKANKREJ

થરામાં શ્રી બહુચર માતાજીના મંદિરે ધ્વજા રોહણ તેમજ દુર્ગાષ્ટમી નવચંડીયજ્ઞ યોજાયો..

ભારતીય સંસ્કૃતિમાં માનવમૂલ્યોને ઉજાગર કરતી પ્રણાલી જીવદયા "જીઓ અને જીવવા દો"ની ભાવના સાથે આરોગ્ય- મનોરંજન - કોમી- એકતાના ગુણો અને સંસ્કારોનો સંચાર કરે છે.મૃ

થરામાં શ્રી બહુચર માતાજીના મંદિરે ધ્વજા રોહણ તેમજ દુર્ગાષ્ટમી નવચંડીયજ્ઞ યોજાયો..
   ભારતીય સંસ્કૃતિમાં માનવમૂલ્યોને ઉજાગર કરતી પ્રણાલી જીવદયા “જીઓ અને જીવવા દો”ની ભાવના સાથે આરોગ્ય- મનોરંજન – કોમી- એકતાના ગુણો અને સંસ્કારોનો સંચાર કરે છે.મૃ

તાત્માને તર્પણ વિધિના શ્રાદ્ધ પર્વ પૂર્ણ થતાં જ માં શક્તિનું પર્વ નવલા નોરતા નો પ્રારંભ થાય છે.નવરાત્રિ એટલે શકિત-ભકિત- આરાધનાનુ પર્વ આજે કેટલાય ગામડાઓમાં પ્રાચીન પરંપરા મુજબ ગરબી ગરબાને ભવાઈ વેશ થકી મા શક્તિ ના ગુણગાન ગવાય છે. ત્યારે કાંકરેજ તાલુકાના વહેપારી મથક થરા નગરમાં જુનાગામ તળમાં બિરાજમાન અતિ પ્રાચીન રાજ રાજેશ્વરીશ્રી બહુચર માતાજી મંદિરમાં આજરોજ સવંત ૨૦૮૦ ના આસોસુદ-૮  ને શુક્રવાર તા.૧૧/૧૦/૨૦૨૪ ના રૉજ સવારે ૮-૧૫ થી થરા સ્ટેટમાજી રાજવી સ્વ.ઠાકોર સાહેબશ્રી હિંમતસિંહજી વિજયસિંહજી વાઘેલા પરીવારના ઠાકોર સાહેબ દિગ્વિરસિંહજી દેવીભદ્રસિંહજી (દેવુભા) વાઘેલા, રવિરાજસિંહજી હેતકરણસિંજી (લાલભા) વાઘેલાના યજમાનપદે યજ્ઞના આચાર્ય રમેશભાઈ દવે અધગામ વાળાના મુખારવિંદે શાસ્ત્રોક્ત વિધિવિધાન થી મંત્રોચ્ચાંર સાથે સાંજે ૪.૧૫ કલાક સુધી નવચંડીયજ્ઞ યોજાયો હતો. સાંજે ૪.૧૫ કલાકે નાળિયેર હોમી સાંજે થરા સ્ટેટ માજી રાજવી પરિવારના હેતકરણસિંહ (લાલભા) વાઘેલા,થરા નગર પાલીકા પૂર્વપ્રમૂખ પૃથ્વીરાજસિંહ વાઘેલા,પ્રહલાદસિંહ વાઘેલા, જયદેવસિંહ વાઘેલા, ક્રિષણપાલસિંહ વાઘેલા, બ્રીજરાજસિંહ વાઘેલા સહિત સ્ટેટમાજી રાજવી પરિવાર દ્વારા આરતી ઉતારી શાસ્ત્રી રમેશભાઈ દવે, પૂજારી સોમભાઈ ગૌસ્વામીને હેતકરણસિંહ વાઘેલાના વરદ હસ્તે ભેટપુજા કરેલ.આ પ્રસંગે થરા સ્ટેટમાજી રાજવી પરિવાર દ્વારા બપોરે ૧૨.૩૯ કલાકે માતાજીને ધ્વજારોહણ કરવામાં આવી હતી.નવરાત્રિના નવેનવ દિવસે ચંદ્રેશ સોની,ભુપેન્દ્રભાઈ સોની, ગૌરાંગ સોની, હર્ષદ સોની ત્રણે મિત્રોના વરદ હસ્તે માતાજી ની “આગી” પુરવામાં આવેલ. ત્યારે શ્રી ભવાઈ મંડળના પ્રમુખ ફરસુભાઈ જોષી,પુજારી સોમભારથી ડી. ગૌસ્વામી,હરીભાઈ સોની, જોઈતાભાઈ એમ.પ્રજાપતિ, જશુભાઈ એ. પ્રજાપતિ, રમેશભાઈ દરજી (આર.કે.), અલ્પેશભાઈ આર. પ્રજાપતિ ભુપેન્દ્રભાઈ સોની, જયંતીભાઈ નાઈ (ખજૂમલ) સહીત વિશાળ સંખ્યામાં ભાવિક ભક્તો હાજર રહ્યા હતા.

નટવર.કે.પ્રજાપતિ,થરા
મો.૯૯૭૯૫ ૨૧૫૩૦

Back to top button
error: Content is protected !!