
વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – અબડાસા કચ્છ.
અબડાસા,તા-૨૬ જૂન : આજના આધુનિક યુગમાં શિક્ષણ પદ્ધતિની સાથેસાથે શિક્ષણ પ્રાપ્ત કરવાના નજરાણું પણ બદલાઈ ગયું છે. વાલીઓ બાળકોના પ્રાથમિક શિક્ષણને લઈને ચિંતિત હોય છે. સામાન્ય રીતે વાલીઓ પૈસા ખર્ચીને અંગ્રેજી માધ્યમ/ખાનગી શાળા કે પ્રિ-સ્કૂલમાં એડમિશન અપાવતા હોય છે. જોકે, આ બધાની વચ્ચે જ કચ્છના અબડાસા તાલુકાના ડેપ્યૂટી કલેક્ટર અને સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ કે.જે.વાઘેલાએ પોતાના બાળકને સરકારી આંગણવાડીમાં દાખલ કરીને લોકો માટે પ્રેરણારૂપી પહેલ શરૂ કરી છે. આ બાબતે પ્રાંત અધિકારી શ્રી કે.જે.વાઘેલા જણાવે છે કે, ગુજરાત રાજ્યમાં સરકારી શાળામાં/આંગણવાડીમાં બાળકોને ભણાવવા તથા બાળકને માતૃભાષામાં શિક્ષણ પ્રાપ્ત થાય તે આવશ્યક છે. બાળક પર શિક્ષણનું ભારણ ન રહે તે રીતે બાળકના સંપૂર્ણ વિકાસ માટે બાળકને પ્રાથમિક શિક્ષણ માતૃભાષામાં પ્રાપ્ત થાય તે દિશામાં દરેક વાલીગણ દ્વારા વિચારણા કરવામાં આવે તો તેના સારા પરિણામ સાથે સમાજમાં બદલાવ લાવી શકાશે. આમ બાળકના ભવિષ્યનું વિચારી સમાજને તથા દરેક વાલીને એક દિશા નિર્દેશ સાથે તેને અપનાવવા પ્રાંત અધિકારીશ્રી એ અપીલ કરી છે.





