બ્રહ્માકુમારી શિનોર ખાતે બીકે ધરતી બેન ના સાનિધ્યમાં હીરક જયંતિ મહોત્સવની ઉજવણી કરાઇ
ફૈઝ ખત્રી...શિનોર પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વ વિદ્યાલય ગુજરાત હીરક જયંતિ મહોત્સવ ઉજવી રહ્યું છે.જેના ભાગરૂપે બ્રહ્માકુમારી શિનોર ખાતે પણ હીરક જયંતિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમના ઉદ્ઘાટન પ્રસંગે તપસ્યાનો સુંદર કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.જેમાં માઉન્ટ આબુથી આદરણીય રાજ્યોગી ભ્રાતા રામનાથભાઈ તથા ગોવિંદભાઈ પધાર્યા હતા.અને શિનોર તાલુકાના સર્વે બ્રહ્મવત્સોને સંબોધન કરતાં જણાવ્યું હતું કે સમાજમાં વધતી જતી બુરાઈઓ ,વ્યસનો અને વિકારોનું મૂળ કારણ દેહ અભિમાન છે.જેથી આપણે બધાએ દેહ અભિમાન ત્યાગ કરી, સર્વની સાથે આત્મિક ભાવ રાખી દરેકના જીવનમાં જ્ઞાનનો પ્રકાશ પાથરી હીરા સમાન જીવન બનાવવા જણાવ્યું હતું.સાથે સાથે સમગ્ર ગુજરાતના સર્વ સેવા કેન્દ્રો પર આખા વર્ષ દરમિયાન લગભગ 60 જેટલાં કાર્યક્રમોનું સુંદર આયોજન દરેક સેવા કેન્દ્ર પોત પોતાની રીતે કરશે તેમ પણ જણાવ્યું હતું.આ ઉપરાત વ્યસન મુક્તિ ગ્રામ્ય વિકાસ યોગિક ખેતી શાશ્વત ખેતીનું જ્ઞાન ગામડે ગામડે આપવાની સાથે સ્કુલ - કોલેજોમાં પણ વ્યસનો થી થતા નુકશાન અંગેની સમજણ આપવામાં આવશે તેમ જણાવ્યું હતું.ત્યારે ઘેરાતુલ્ય જીવન બનાવવા અને સમાજને ઉપયોગી બનાવવા ઇશ્વરિયા જ્ઞાન ને રમાકુમારી સેવા કેન્દ્ર પર પધારીને જાણવા સૌને સેવા કેન્દ્ર પર પધારવા શિનોર સેવા કેન્દ્ર ના સંચાલિકા બ્રહ્માકુમારી ધરતીબેન દ્વારા ઇશ્વરિયા હાર્દિક નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.




