ARAVALLIGUJARATMODASA

અરવલ્લી : ભિલોડા તાલુકાના વાંદીયોલ ગ્રામ પંચાયતના જુદા જુદા ગામો વર્ષોથી વિકાસ ઝંખી રહ્યા છે, વિકાસના કામો મંજૂર કરવામાં આવે તેવી સરપંચ અને ગ્રામજનોની માંગ

અહેવાલ

અરવલ્લી :હિતેન્દ્ર પટેલ

અરવલ્લી : ભિલોડા તાલુકાના વાંદીયોલ ગ્રામ પંચાયતના જુદા જુદા ગામો વર્ષોથી વિકાસ ઝંખી રહ્યા છે, વિકાસના કામો મંજૂર કરવામાં આવે તેવી સરપંચ અને ગ્રામજનોની માંગ

અરવલ્લી જિલ્લામાં વિકાસ સપ્તાહની ઉમંગભેર ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે જિલ્લાના ભિલોડા તાલુકાના અંતરિયાળ ગામો વર્ષોથી વિકાસ ઝંખી રહ્યા છે જેને લઇ ભિલોડા તાલુકાના વાદીયોલ ગ્રામ પંચાયતના સરપંચ રાહુલભાઈ ગામેતી દ્વારા ભિલોડા તાલુકા વિકાસ અધિકારીને પત્ર લખી રજૂઆત કરી છે લેખિત રજૂઆત કરી પત્રમાં જણાવવામાં આવ્યું છે કે વાદીયોલ ગ્રામ પંચાયતના રેવન્યુ ગામો જેવા કે વજાપુર, સોડપુર, તથા અસાલ ગામમાં પાકા રોડ રસ્તાઓ તથા ઘરનાળાઓ માટે વખતોવખત વર્ષોથી દરખાસ્ત બનાવી મોકલી આપેલ છે તથા તાલુકા સ્વાગત અને જિલ્લા સ્વાગત કાર્યક્રમ થકી રજૂઆતો કરેલ છે પરંતુ લાગતા વળગતા ડિપાર્ટમેન્ટ દ્વારા આજ સુધી કોઈપણ પ્રકારનું સર્વે કરવામાં આવ્યું નથી જેથી હવે પછી પત્રમાં જણાવેલ અમારી માંગણીઓને આપ શ્રી સરકારશ્રીમાં દરખાસ્ત મોકલવા નમ્ર વિનંતી વાદીયોલ ગ્રુપ ગ્રામ પંચાયતના સરપંચ રાહુલભાઈ ગામેતી દ્વારા કરવામાં આવી છે.

Back to top button
error: Content is protected !!