GUJARAT
શિનોર મહાકાળી મંદિર ખાતે આયોજિત નવરાત્રી મહોત્સવમાં સચિન પટેલ સહિત મહાનુભાવોનું સન્માન કરાયું
ફૈઝ ખત્રી..શિનોર સમગ્ર રાજ્યમાં તારીખ 3જી ઓકટોબરથી નવરાત્રી મહોત્સવની શરૂઆત થઈ ચૂકી છે.ત્યારે શિનોર મુકામે આવેલ મહાકાળી માતાજી ના મંદિર ખાતે શિનોર યુવા ગ્રુપ દ્વારા પણ નવરાત્રી મહોત્સવ 2024નું સુંદર આયોજન કરવામાં આવ્યું છે.ત્યારે નવરાત્રીના પ્રથમ નોરતે શિનોર એ.પી.એમ.સી.ના ચેરમેન સચિનભાઈ પટેલ સહિતના મહાનુભાવો માતાજીના ચાચર ચોક ખાતે ઉપસ્થિત રહી માતાજીના દર્શન નો લાભ લીધો હતો.આ દરમિયાન ગરબા આયોજકો દ્વારા શિનોર એ.પી.એમ.સી.ચેરમેન સચિનભાઈ પટેલ સહિત ઉપસ્થિત મહાનુભાવોનું સન્માન કરવામાં આવતાં શિનોર એ.પી.એમ.સી.ના ચેરમેન સચિનભાઈ પટેલે સન્માન કરવા બદલ તમામ આયોજકોનો આભાર વ્યક્ત કર્યો હતો.







