GUJARATIDARSABARKANTHA

સાબરકાંઠા પ્રભારી મંત્રીશ્રી બળવંતસિંહ રાજપૂતની અધ્યક્ષસ્થાને જિલ્લા આયોજન અને એમ. પી જોગવાઈ અંગે બેઠક યોજાઇ

સાબરકાંઠા પ્રભારી મંત્રીશ્રી બળવંતસિંહ રાજપૂતની અધ્યક્ષસ્થાને જિલ્લા આયોજન અને એમ. પી જોગવાઈ અંગે બેઠક યોજાઇ

**

જિલ્લા તેમજ શહેરમાં વરસાદ સંદર્ભેની પરિસ્થિતિ, રસ્તાઓ તેમજ સિંચાઇ સહિતના મુદ્દાઓ અંગે ચર્ચા કરવામાં આવી

**

સાબરકાંઠા જિલ્લામાં ઉદ્યોગ શ્રમ અને રોજગાર મંત્રીશ્રી અને જિલ્લા પ્રભારીમંત્રીશ્રી બળવંતસિંહ રાજપૂતની અધ્યક્ષતામાં જિલ્લાના પદાધિકારીશ્રીઓ અને અધિકારીશ્રીઓ સાથે કલેકટર કચેરી સભાખંડ ખાતે જિલ્લા આયોજન અને એમ. પી જોગવાઈ અંગે બેઠક યોજાઈ હતી.

આ બેઠકમાં જિલ્લા તેમજ શહેરમાં વરસાદ સંદર્ભેની પરિસ્થિતિ, રસ્તાઓ તેમજ સિંચાઇ સહિતના મુદ્દાઓ, જિલ્લામાં પ્રગતિશીલ કાર્ય, વિકાસલક્ષી પ્રોજેક્ટ્સ, તેમજ સરકારી યોજનાના લાભો વધુમાં વધુ લોકો સુધી પહોચાડવા સંદર્ભે અધિકારીશ્રીઓ સાથે ચર્ચા કરીને જરૂરી સૂચનો મંત્રીશ્રીએ કર્યા હતા.

જિલ્લા કલેકટરશ્રી નૈમેષ દવે તથા જીલ્લા વિકાસ અધિકારીશ્રી હર્ષદ વોરા દ્વારા પ્રભારી મંત્રીશ્રીને જિલ્લાના પ્રગતિ હેઠળના વિકાસ કાર્યોની વિશેષ માહિતી આપવામાં આવી હતી.

જિલ્લાના પ્રભારી મંત્રીશ્રીએ વિકાસ કામોનો પ્રગતિ અહેવાલ જોઈ લોકહિતના કામો ખુબ ઝડપથી થાય અને ગુણવત્તા યુક્ત થાય તેની તકેદારી રાખવા અધિકારીશ્રીઓ અને પદાધિકારીશ્રીઓને તાકીદ કરી હતી.

આ બેઠકમાં સાંસદ શોભનાબેન બારૈયા, રાજ્યસભા સાંસદશ્રી રમીલાબેન બારા, જિલ્લા પંચાયત પ્રમુખ ભારતીબેન પટેલ ,હિંમતનગર ધારાસભ્યશ્રી વી ડી ઝાલા, પ્રાંતિજ ધારાસભ્યશ્રી ગજેન્દ્રસિંહ પરમાર, ખેડબ્રહ્મા ધારાસભ્યશ્રી તુષાર ચૌધરી,તાલુકા પંચાયત પ્રમુખશ્રી , નિવાસી અધિક કલેક્ટરશ્રી ક્રિષ્ના વાઘેલા, જિલ્લા આયોજન અધિકારીશ્રી સહિતના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

જયંતિ પરમાર સાબરકાંઠા

Back to top button
error: Content is protected !!