GUJARATHALOLPANCHMAHAL

જાંબુઘોડા સહિત પંથકમાં 78 માં સ્વતંત્રતા પર્વ દિવસની આન બાન શાનથી ઉજવણી કરવામાં આવી હતી. 

 

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ

તા.૧૬.૮.૨૦૨૪

સમગ્ર દેશભરમાં ગુરુવારના રોજ 78 મા સ્વતંત્ર પર્વની ઉજવણી હર્ષ ઉલ્લાસ પૂર્વક કરવામા આવી હતી જે અંતર્ગત જાંબુઘોડા સહિત તાલુકામા સ્વતંત્ર પર્વની ઉજવણી કરવામાં આવી હતી જેમાં જાબૂઘોડા ગ્રુપ ગ્રામ પંચાયત ખાતે યુવા સરપંચ જીતકુમાર દેસાઈના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા જ્યારે તાલુકા પંચાયત ખાતે તાલુકા પંચાયત પ્રમુખ લાલસીંગભાઇ બારીઆ ના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું અને પ્રાસંગિક પ્રવચન કરવામાં આવ્યું હતું જ્યારે જાંબુઘોડા પોલીસ સ્ટેશન ખાતે જાંબુઘોડા ના પી.એસ.આઇ પી.આર ચુડાસમા ના વરદ હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું અને પોલીસ સ્ટાફ દ્વારા પરેડ કરવામાં આવી હતી.જ્યારે તાલુકા વહીવટી તંત્ર દ્વારા તાલુકા કક્ષાની ઉજવણી જાંબુઘોડા તાલુકા કુમાર શાળા ખાતે કરાઇ હતી જેમાં જાંબુઘોડા મામલતદારના હસ્તે ધ્વજ વંદન કરાયું હતું. અને પ્રવચનમાં વીર શહીદોને યાદ કરીને શ્રદ્ધાંજલિ આપી હતી.જ્યારે સ્વતંત્ર પર્વની ઉજવણી ને લઇ વિવિધ સ્કૂલોના વિધાર્થીઓ દ્વારા ગરબા, દેશભક્તિ ગીતો જેવા કાર્યક્રમ યોજાયા હતા.જ્યારે પ્રતિભાશાળી શિક્ષકોને પ્રશસ્તિ પત્ર આપવામાં આવ્યા હતા.અને આર્થિક સહાય લાભાર્થીઓને હુકમ તેમજ ચેક,આવાસ યોજના વગેરે જેવા લાભાર્થીઓને લાભ નું વિતરણ કરાયું હતું.તેમજ વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા મહામંત્રી મયંકકુમાર દેસાઈ, તાલુકા પંચાયત પ્રમુખ લાલસિંગભાઈ, તાલુકા ભાજપ પ્રમુખ સુભાષભાઈ, જાંબુઘોડા યુવા સરપંચ જીતકુમાર દેસાઈ, તાલુકા પંચાયત સદસ્યો,જાંબુઘોડા મામલતદાર , તાલુકા વિકાસ અધિકારી, જાંબુઘોડા પી.એસ.આઇ પી.આર.ચુડાસમા તેમજ નગરજનો, કાર્યકરો, ગામના આગેવાનો તેમજ વિદ્યાર્થી ગન અને દરેક સરકારી કર્મચારીઓ હાજર રહ્યા હતા. જ્યારે પ્રજ્ઞાચક્ષુ એવા કુતુહલ મોરસ વાલા એ દેશભક્તિ નું ગીત ગાઈને આ કાર્યક્રમમાં પધારેલ સર્વેને મંત્રમુગ્ કર્યા હતા.

Back to top button
error: Content is protected !!