વડગામના મેગાળ ખાતે શાળા પ્રવેશોત્સવ, કન્યા કેળવણી મહોત્સવ ઉજવાયો

28 જૂન જીતશે જોષી પાલનપુર બનાસકાંઠા
વડગામ ના મેગાળ પ્રા. શાળા ખાતે યુજીવીસીએલ બ.કા. વિ.ના.ઈજનેર આર. કે. ચૌધરી, ટી.પી.ઓ. ભરતભાઈ ચૌધરી ની પ્રેરક ઉપસ્થિતિમાં શાળા પ્રવેશોત્સવ, કન્યા કેળવણી મહોત્સવ યોજાયો હતો. બીટ કે.ની. નિલેશભાઈ પ્રજાપતિ, તા.ભાજપ પદાધિકારી સતિષભાઈ ભોજક સરપંચ પંકજભાઈ દોશી, જિ.ભાજપ પદાધિકારી રામજીભાઈ કરણ, તા. અગ્રણીઓ, ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં શાળાની બાળાઓ દ્વારા મહેમાનોનું સ્વાગત ગીત દ્વારા અભિવાદન કર્યું હતું. તેમજ મહેમાનો ના વરદહસ્તે આંગણવાડીમાં પ્રવેશનાર બાળકોને શૈક્ષણિક કીટ તથા દાતા પોપટભાઈ લલ્લુરામ પંચાલ તથા સરપંચ પંકજભાઈ દોશી તરફથી વિધાર્થીઓ ને ગણવેશ પોપટભાઈ લલ્લુરામ પંચાલ દ્વારા તમામ બાળકોને ગણવેશ, ચોપડા,નોટબુક શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. કાયૅક્રમ માં શાળાના તેજસ્વી વિદ્યાર્થીઓ શિક્ષણ હેતુ દાન આપનાર બન્ને દાતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. આચાર્ય ગોવિંદભાઈ ચૌધરી ના માગૅદશૅન હેઠળ એસએમસી કમિટી,શાળા પરિવારે કાર્યક્રમ સફળ બનાવવા જેહમત ઉઠાવી હતી.તસ્વીર અહેવાલ-પુષ્કર ગોસ્વામી વડગામ





