Jetpur: જેતપુર પંથકમાં ભારે વરસાદના કારણે તાલુકામાં વિવિધ જગ્યા પરથી નુકસાની તેમજ જાનહાની સર્જાય

તા.૨૮/૮/૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
અમુ સિંગલ જેતપુર
ભાદર નદી પરના જુના પૂલની પ્રોટેક્શન વોલ ધરાશાઈ, પાંચપીપળા ગામમાં જૂનું મકાન ધરાશાઈ,
ભાદર નદી ગાંડીતૂર બનતા દેરડી તેમજ 5 ગામોનો જોડતો પુલ પાણીમાં ગરક
Rajkot, Jetpur: રાજ્યના હવામાન વિભાગ દ્વારા 3 દિવસ હજુ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેના પગલે મોડીરાત્રથી જેતપુર પંથકમાં અવિરત વરસાદ નોંધાયો હતો સતત ત્રીજા દિવસે મેઘરાજાએ વરસવાનું શરુ કરી દેતા 7 ઇંચ થી વધુ વરસાદ નોંધાયો હતો. ગત રાત્રી દરમિયાન ભારે પવન સાથે વરસાદ વર્ષયો હતો. વરસાદના કારણે મુખ્ય માર્ગો પર વરસાદી પાણી વહેતા થયા હતા. ઉપરવાસમાં ભારે વરસાદના કારણે તાલુકામાં વિવિધ જગ્યા પરથી નુકસાની તેમજ જાનહાની સર્જાય છે.
પ્રથમ બનાવમાં જેતપુરમાં પ્રવેશવા માટેનો ભાદર નદી પરના જુના પૂલની પ્રોટેક્શન વોલ દિવાલ ધરાશાઈ થતા વાહન વ્યવહાર તંત્ર દ્વારા સદંતર બંધ કરાવ્યો હતો, ભારે વરસાદના કારણે આ જૂના ભાદર નદીના પુલ પર જે સાઈડ ની દિવાલ ધરાશાઈ થઈ ગઈ હતી કોઈ પણ પ્રકારની જાનહાની ના સર્જાય તે માટે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યું હતું.
બીજા બનાવવામાં ભારે વરસાદના કારણે તાલુકાના પાંચપીપળા ગામમાં મકાન ધારાસભ્ય થયું હતું કાચું જુનવાણી મકાન મકવાણા સવાભાઈનું ધરાશાઈ થતા ઘરમાં રહેલ ઘરવખરી કાટમાળ હેઠળ દબાય હતી. સદનસીબે કોઈ પણ પ્રકારની જાનહાની સર્જાઈ ન હતી.
ભારે વરસાદના કારણે તાલુકાના વારસડા, મેવાસા, જેપૂર, જેતલસર, પીઠડીયા સહિત ગામોની નદીઓમાં ઘોડાપૂર આવ્યા હતા ભારે વરસાદના કારણે નદીનાળા અને નીચાણવાળા વિસ્તારોમાં લોકો અવર-જવર કરે નહીં તથા માલ-ઢોર ચરાવવા જાય નહીં, તેની તકેદારી રાખવા તંત્ર દ્વારા ખાસ સૂચના આપી હતી
ભાદર ડેમ ઓવરફ્લો થતાં જેતપુરની ભાદર નદીમાં ઘોડા પુર આવ્યા હતા અને આ પુરના પાણી ને લઈ ને અનેક નાના પુલ અને નાલાઓ પાણીમાં ગરક થઈ ગયા હતા, જેમાં જેતપુર થી દેરડી ગામ જવાનો મુખ્ય પુલ અને રસ્તા ઉપર આ પુરના પાણી ફરી વળતા દેરડી આવવા-જવાનો વાહન વ્યવહાર બંધ થઈ ગયો છે. જેને લઈ ને અનેક લોકો નદીના બંને કાંઠે પુર ના પાણી ઓસરે તેની રાહ જોવી પડી હતી , ત્યારે લોકો ની માંગણી છે કે સરકાર અહીં તાત્કાલિક ઊંચો પુલ બનાવે જેથી લોકો ને મુશ્કેલી નો સામનો કરવો ન પડે.
અધિકારીઓએ નીચાણવાળા વિસ્તારોમાં સ્થળાંતરની સૂચના આપી હતી તેમજ ભાદર ડેમ ભરાય તેવી સ્થિતિમાં નદીના પ્રવાહમાં આવતા બેઠો પુલ બંધ કરવાની કાર્યવાહી કરવા સ્થળ મુલાકાત કરી હતી. આ તકે નાગરિકો તંત્રની સૂચનાઓનું પાલન કરીને ઘર પર જ સલામત રહે તેવી અપીલ કરવામાં આવી હતી.









