GUJARATMORBIMORBI CITY / TALUKO
MORBI:મોરબીના નીચી માંડલ ગામ નજીક ખનીજ ચોરી ઉપર ખાણ ખનીજ વિભાગ ટીમ ત્રાટકી

MORBI:મોરબીના નીચી માંડલ ગામ નજીક ખનીજ ચોરી ઉપર ખાણ ખનીજ વિભાગ ટીમ ત્રાટકી
મોરબી ખાણ ખનીજ વિભાગના ભુસ્તરશાસ્ત્રી જે.એસ.વાઢેરની ટીમ દ્વારા મોરબી તાલુકાના નીચીમાંડલ ગામ વિસ્તાર આસ-પાસ ખનીજ ચોરી થતી હોવાની બાતમીને આધારે દરોડા પાડી એક હ્યુન્ડાઈ એસ્કેવેટર મશીન જેના ચેસીસ નં-N635D03987 તેમજ ત્રણ ડમ્પર વાહન (1) GJ-05-BT-2814 (2) GJ-05-BT-2645 અને (3) GJ-36-V-6009 વાહન કબ્જે કરવામાં આવ્યા હતા. વધુમાં તમામ વાહનોના માલિક પ્રશાંતભાઈ કુંડારીયા નામની વ્યક્તિ હોવાનું બહાર આવતા ખાણ ખનીજ વિભાગે ખનીજના બિન-અધિકૃત ખનન-વહન બદલ તમામ મશીનરી અને વાહનને સીઝ કરી નિયમોનુસાર આગળની કાર્યવાહી હાથ ધરી હતી.












