સનફાર્મા કંપની દ્વારા નવી ભાટ અને મોટા ચાડવા પ્રાથમિક શાળા ખાતે વિવિધ શાળા વિકાસલક્ષી કાર્યોનુ ધારાસભ્ય જયદ્રથસિંહજી પરમારના હસ્તે લોકાર્પણ.

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૮.૮.૨૦૨૫
સન ફાર્મા હાલોલ દ્વારા તા.7 ઓગસ્ટ ગુરુવારના રોજ નવી ભાટ અને મોટા ચાડવા પ્રાથમિક શાળા ખાતે વિવિધ શાળા વિકાસલક્ષી કાર્યોનો ધારાસભ્ય જયદ્રથસિંહજી પરમારના હસ્તે લોકાર્પણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.સન ફાર્મા હાલોલ દ્વારા નવી ભાટ પ્રાથમિક શાળા ખાતે બાળકોને નિરંતર શિક્ષણ મળી રહે તે હેતુ થી ૪ ઓરડા,ડીજીટલ ક્લાસ રૂમ, ૨ કુમાર અને કન્યા શૌચાલય અને વોટર સપ્લાય સીસ્ટમ નું બાંધકામ કરવામાં આવ્યું હતું. તથા સન ફાર્મા દ્વારા મોટા ચાડવા પ્રાથમિક શાળા ખાતે બાળકોને શિક્ષણ માં સરળતા રહે તે હેતુ થી નવીન ઓરડાનું બાંધકામ, કુમાર અને કન્યા શૌચાલય, શાળા અને કિંચનનું રીનોવેશન, મધ્યાહન ભોજન શેડ, બાળકોને ડીજીટલ પધ્ધતિ થી શિક્ષણ મળી રહે તે હેતુ થી ડીજીટલ ક્લાસ રૂમ અને પ્રજ્ઞા ક્લાસ રૂમ નું બાંધકામ કરવામાં આવ્યું હતું.આ સમગ્ર શાળા વિકાસલક્ષી કાર્યોનો ધારાસભ્ય જયદ્રથસિંહજી પરમાર ના અધ્યક્ષ સ્થાને લોકાર્પણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં હાલોલ કંજરી સ્ટેટ યુવરાજ મયુરધ્વજસિંહજી પરમાર અને સન ફાર્મા કંપની માંથી પ્રતિકભાઈ પંડયા તથા તાલુકા અને જીલ્લા પંચાયતના સભ્યો, ગામના સરપંચ તથા શાળાના શિક્ષકગણ અને બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.








