BUSINESS

નિફટી ફ્યુચર ૨૫૦૮૮ પોઈન્ટ અતિ મહત્વની સપાટી..!!!

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૦૮.૦૯.૨૦૨૫ ના રોજ..

બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૮૦૭૧૦ સામે ૮૦૯૦૪ પોઈન્ટના મથાળેથી ખુલીને ૮૦૭૩૩ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૪૩૮ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૭૬ પોઈન્ટના ઉછાળા સાથે ૮૦૭૮૭ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૪૮૪૭ સામે ૨૪૮૮૮ પોઈન્ટના મથાળેથી ખુલીને ૨૪૮૬૨ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૧૬ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૪૫ પોઈન્ટના ઉછાળા સાથે ૨૪૮૯૨ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…

ભારતીય શેરબજારમાં ગત સપ્તાહ દરમિયાન વોલેટિલિટી રહ્યા બાદ જીએસટીના માળખામાં ફેરબદલથી અમેરિકાના ટેરિફની અસર હળવી થશે તેવી અપેક્ષાએ આજે સપ્તાહના પ્રથમ કારોબારી દિવસે ભારતીય શેરબજાર ઉછાળા સાથે બંધ રહ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશને જીએસટીમાં રાહતની ભેટ જાહેર કર્યા મુજબ જીએસટી કાઉન્સિલની મળેલી મીટિંગમાં દેશના અનેક ઉદ્યોગો, ગ્રાહકોને જીએસટી દરોમાં ૨૨, સપ્ટેમ્બરથી ઘટાડા થકી મોટી રાહત આપીને ઉદ્યોગોને ચાર સ્લેબને બદલે માત્ર બે જીએસટી સ્લેબનું સરળીકરણ કરી આપતાં આજે ભારતીય શેરબજારમાં તેજી જોવાઈ હતી.

આ સાથે, જીએસટીમાં રાહત અને દેશમાં મોંઘવારીનું દબાણ હળવું થવાની અપેક્ષા સાથે ચોમાસાની સારી પ્રગતિએ કૃષિ અને ગ્રામ્ય માંગમાં વધારો થવાના અંદાજે લોકોની ખરીદશક્તિ વધવાની અપેક્ષા અને મેક ઈન ઈન્ડિયાને નવું જોમ મળવાની અપેક્ષાએ ફંડોનું શેરોમાં ખરીદીનું આકર્ષણ રહ્યું હતું.

કરન્સી માર્કેટની વાત કરીએ તો, અમેરિકામાં જોબગ્રોથ અપેક્ષાથી ઓછો આવતાં ત્યાં વ્યાજ દર ઘટવાની અપેક્ષા વધતાં ડોલરના વૈશ્વિક ઈન્ડેક્સમાં ઘટાડો નોંધાતા ડોલર સામે રૂપિયાના મૂલ્યમાં ઉછાળો નોંધાયો હતો, જયારે વૈશ્વિક ક્રૂડઓઈલના ભાવ ઘટાડા તરફી રહ્યા હતા.

સેક્ટર મુવમેન્ટ… બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૩૩% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૩૦% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર ફોકસ્ડ આઈટી, આઈટી, ટેક, કંઝ્યુમર ડ્યુરેબલ્સ, એફએમસીજી અને હેલ્થકેર સેક્ટરમાં ઘટાડો જોવા મળ્યો હતો, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે બંધ રહ્યા હતા.

બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૪૧૭ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૯૪૦ અને વધનારની સંખ્યા ૨૨૮૬ રહી હતી, ૧૯૧ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૬ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૧૫ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

સેન્સેક્સ સમાવિષ્ટ શેરોમાં મુખ્યત્વે ટાટા મોટર્સ ૩.૯૭%, મહિન્દ્ર એન્ડ મહિન્દ્ર ૩.૯૬%, મારુતિ સુઝુકી ૨.૩૨%, અદાણી પોર્ટ્સ ૨%, ટાટા સ્ટીલ ૦.૭૨%, બજાજ ફાઈનાન્સ ૦.૭૦%, અલ્ટ્રાટેક સિમેન્ટ ૦.૬૬%, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ૦.૩૩% અને કોટક બેન્ક ૦.૩૩ વધ્યા હતા, જ્યારે ટ્રેન્ટ લી. ૩.૮૧%, એશિયન પેઈન્ટ ૧.૯૦%, એચસીએલ ટેકનોલોજી ૧.૨૧%, ટેક મહિન્દ્ર ૧.૧૩%, લાર્સન લી. ૦.૯૯%, ટીસીએસ લી. ૦.૯૬%, પાવર ગ્રીડ કોર્પોરેશન ૦.૯૧%, સન ફાર્મા ૦.૮૨%, એનટીપીસી લી. ૦.૬૨% અને ઈન્ફોસિસ ૦.૫૮% ઘટ્યા હતા

ઈન્ડેક્સ બેઝડ સેન્સેક્સ, નિફટી ફ્યુચરમાં ઉછાળા સામે મિડકેપ, સ્મોલકેપ શેરોમાં લેવાલીએ રોકાણકારોની સંપતિ બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન ૦.૦૪ લાખ કરોડ ઘટીને ૪૫૨.૮૦ લાખ કરોડ રહ્યું હતું. એસએન્ડપી બીએસઈ સેન્સેક્સની ૩૦ કંપનીઓમાંથી ૧૪ કંપનીઓ વધી અને ૧૬ કંપનીઓ ઘટી હતી.

બજારની ભાવિ દિશા…. મિત્રો, ભારતીય શેરબજાર મોટા ભાગે વૈશ્વિક જીઓપોલિટીકલ પરિબળો અને અમેરિકાના ટેરિફ આધારિત વેપાર યુદ્ધના વિકાસ પર નિર્ભર રહેશે. અમેરિકા, ચાઈના અને રશિયા જેવી મહાસત્તાઓ વચ્ચે વધતી સ્પર્ધા વૈશ્વિક વેપાર માટે અનિશ્ચિતતા ઉભી કરી રહી છે. તેની વચ્ચે ભારત પોતાના હિતોને સંતુલિત રાખવા માટે ચાઈના અને રશિયા સાથે નજીકના સંબંધો બાંધવાની સાથે અમેરિકા સાથે સંભવિત ઐતિહાસિક ટ્રેડ ડિલ તરફ આગળ વધી રહ્યું છે. જો ભારત વૈશ્વિક રાજનૈતિક દબાણ વચ્ચે સંતુલિત નીતિ અપનાવી શકશે તો વિદેશી રોકાણકારોના વિશ્વાસમાં વધારો થશે અને બજારમાં સકારાત્મક ભાવના પેદા થશે. ખાસ કરીને મેક ઈન ઈન્ડિયા, આત્મનિર્ભર ભારત જેવા અભિયાન અને જીએસટી માળખામાં કરેલા સુધારા ભારતીય ઉદ્યોગોને મજબૂતી આપશે, જે લાંબા ગાળે ઈક્વિટી માર્કેટ માટે સકારાત્મક સાબિત થઈ શકે છે.

મોંઘવારી સામે રોજબરોજની ખાદ્ય અને અન્ય ચીજોના ભાવમાં ઘટાડા તરફી આ પગલાંથી ખરીદશક્તિમાં વધારો થવાની અપેક્ષા અને દેશના ઘણા ઉદ્યોગોમાં નવા પ્રાણ પૂરાશે. કોર્પોરેટ ઈન્ડિયાની કામગીરી પણ આ સૂચિત નિર્ણયોથી સુધરશે. અમેરિકા સાથે આગામી દિવસોમાં કોઈપણ ટ્રેડ ડિલ પૂર્વે ભારતીય ઉદ્યોગોને લેવલ પ્લેઈંગ ફિલ્ડ પૂરું પાડીને સરકારે આગામી દિવસોમાં અમેરિકા સાથે ઐતિહાસિક ટ્રેડ ડિલ કરવામાં આવે તો પણ આશ્ચર્ય નહીં પામશો. વૈશ્વિક મોરચે ચાઈના, રશિયાના વધતા પ્રભાવ સામે અમેરિકા અને યુરોપના દેશો આગામી દિવસોમાં કેવો વ્યુહ અપનાવીને નવા ક્યા પગલાં લેશે એની અનિશ્ચિતતા કાયમ હોઈ જીઓપોલિટીકલ પરિબળો પર વૈશ્વિક બજારોની સાથે ભારતીય બજારની નજર રહેશે.

તા.૦૯.૦૯.૨૦૨૫ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે…

  • તા.૦૮.૦૯.૨૦૨૫ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૨૪૮૯૨ પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૨૫૦૮૮ પોઈન્ટના પ્રથમ અને ૨૫૧૦૮ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સપોર્ટથી ટ્રેડીંગ સંદર્ભે ૨૪૮૩૮ પોઈન્ટ થી ૨૪૮૦૮ પોઈન્ટ આસપાસ અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચર ૨૫૦૮૮ પોઈન્ટ નજીક સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી જોઇએ….!!!

હવે જોઈએ સ્ટોક સ્પેસિફિક રેન્જ મૂવમેન્ટ

  • આઈસીઆઈસીઆઈ બેન્ક ( ૧૪૦૯ ) :- પ્રાઇવેટ બેન્ક સેક્ટરની આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૧૩૮૮ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૧૩૭૪ ના સ્ટ્રોંગ સપોર્ટથી આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૧૪૨૩ થી રૂ.૧૪૩૦ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૧૪૩૭ ઉપર તેજી તરફી ધ્યાન…!!
  • રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ( ૧૩૮૩ ) :- A /T+1 ગ્રુપનો આ સ્ટોક રૂ.૧૩૫૫ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.૧૩૪૦ ના સપોર્ટથી આ સ્ટોક રૂ.૧૩૯૭ થી રૂ.૧૪૦૪ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી સંભાવના છે…!!
  • ડૉ. રેડ્ડી’ઝ લેબોરેટરીઝ ( ૧૨૫૫ ) :- રૂ.૧૨૨૩ નો પ્રથમ તેમજ રૂ.૧૨૦૮ બીજા સપોર્ટથી ફાર્મા સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૧૨૬૭ થી રૂ.૧૨૮૦ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે…!!
  • એક્સીસ બેન્ક ( ૧૦૬૧ ) :- પ્રાઇવેટ બેન્ક સેક્ટરનો આ સ્ટોક ટ્રેડીંગલક્ષી રૂ.૧૦૭૭ થી રૂ.૧૦૮૫ ના ભાવ સપાટીની રેન્જ મુવમેન્ટ ધરાવે છે…!! અંદાજીત રૂ.૧૦૨૦ નો સ્ટ્રોંગ સપોર્ટ ધ્યાને લેવો…!!!
  • ટાટા કેમિકલ ( ૯૪૯ ) :- રૂ.૧૦ ની ફેસવેલ્યુ ધરાવતા કોમોડીટી કેમિકલ સેક્ટરનો ફન્ડામેન્ટલ આ સ્ટોક રૂ.૯૧૯ નાં સ્ટ્રોંગ સપોર્ટને ધ્યાને લઈ તેજી તરફી રૂ.૯૬૩ થી રૂ.૯૭૦ આસપાસ ભાવ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!!!
  • હેવેલ્સ ઇન્ડિયા ( ૧૫૮૯ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ કન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક્સ સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૬૦૬ આસપાસ સપોર્ટથી રૂ.૧૫૭૪ થી રૂ.૧૫૬૦ ના નીચા મથાળે ભાવ સપાટીની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૬૨૦ નો સપોર્ટ ખાસ ધ્યાને લેવો..!!
  • ઇન્ફોસિસ લિ. ( ૧૪૪૩ ) :- રૂ.૧૪૬૩ આસપાસ ઓવરબોટ પોઝિશનની શક્યતાએ આ સ્ટોક રૂ.૧૪૭૦ ના સપોર્ટ તબક્કાવાર રૂ.૧૪૩૦ થી રૂ.૧૪૧૭ ભાવ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૪૭૬ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!
  • એચસીએલ ટેકનોલોજી ( ૧૪૧૧ ) :- કમ્પ્યુટર્સ – સોફ્ટવેર અને કન્સલ્ટિંગ સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.૧૪૫૦ આસપાસનાં સપોર્ટથી પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૧૩૯૭ થી રૂ.૧૩૮૩ ભાવની આસપાસ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!!!
  • ભારત ફોર્જ ( ૧૨૦૯ ) :- ઓટો કમ્પોનન્ટ્સ અને ઇક્વિપ્મેંટ સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૨૩૪ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૧૧૯૬ થી રૂ.૧૧૮૦ ના ભાવ સપાટી આસપાસ ટ્રેડીંગ રેન્જ ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૨૪૦ નો સપોર્ટ ધ્યાને લેવો…!!!
  • જીન્દાલ સ્ટીલ ( ૧૦૪૩ ) :- રૂ.૧૦૭૪ આસપાસ ઓવરબોટ પોઝીશન સ્થિતિ નોંધાવતા આ સ્ટોક રૂ.૧૦૮૦ ના સપોર્ટથી આ સ્ટોક રૂ.૧૦૨૦ થી રૂ. ૧૦૦૮ નો ભાવ આસપાસ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૦૮૮ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!

By Ravi Bhatt – SEBI Registered Research Analyst – INH000012591 | Disclaimer – https://www.capsavaj.com/policies

The securities quoted are for illustration only and are not recommendatory. Investment in securities market are subject to market risks. Read and agree Disclaimer and related all the documents carefully before investing, mentioned on www.nikhilbhatt.in

Back to top button
error: Content is protected !!