ARAVALLIGUJARATMALPURMODASA

અરવલ્લીમાં દારૂના મુદ્દે ફરી ચર્ચાઓ, વાયરલ વીડિયોએ પોલીસ કામગીરી પર ઊભા કર્યા પ્રશ્નો ,મોડાસા માલપુર રોડ પર એક સોસાયટીમાં ખુલ્લે આમ દારૂ મળી રહે છે – લોકો 

અરવલ્લી

અહેવાલ – હિતેન્દ્ર પટેલ

અરવલ્લીમાં દારૂના મુદ્દે ફરી ચર્ચાઓ, વાયરલ વીડિયોએ પોલીસ કામગીરી પર ઊભા કર્યા પ્રશ્નો ,મોડાસા માલપુર રોડ પર એક સોસાયટીમાં ખુલ્લે આમ દારૂ મળી રહે છે – લોકો

અરવલ્લી જિલ્લામાં દારૂના ગેરકાયદેસર વેપાર અંગે ફરી ચર્ચાઓ ઉઠી છે. માલપુર–સોમપુર હાઈવે નજીક દારૂની લૂંટ અથવા કટીંગ થતું હોય તેવા દ્રશ્યોનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા લોકોમાં ચકચાર મચી છે.
જાગૃત નાગરિક દ્વારા વાયરલ કરાયેલા આ વીડિયોને લઈને લોકોમાં પોલીસની કામગીરી સામે પણ સવાલો ઊભા થયા છે. વીડિયોમાં દારૂ ખુલ્લેઆમ લેવા માટે દોડાદોડ કરતા હોવાનો દાવો કરવામાં આવ્યો છે. જોકે આ વીડિયોની સત્તાવાર પુષ્ટિ હજુ સુધી થઈ નથી.સ્થાનિક લોકોમાં એવી પણ ચર્ચા છે કે છેલ્લા કેટલાક સમયથી જિલ્લાના વિવિધ વિસ્તારોમાં દારૂ સરળતાથી ઉપલબ્ધ થઈ રહ્યો છે. મોડાસા–માલપુર રોડ નજીક એક સોસાયટીમાં ખુલ્લેઆમ દારૂ વેચાતો હોવાની પણ લોકમુખે ચર્ચાઓ ચાલી રહી છે.કેટલાક લોકોનો આક્ષેપ છે કે પોલીસ નાના પ્રમાણના દેશી દારૂના કેસોમાં કાર્યવાહી કરે છે પરંતુ મોટા સ્તરે દારૂનો વેપાર કરતા તત્વો સામે પૂરતી કાર્યવાહી થતી નથી. જેના કારણે લોકોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે.જાગૃત નાગરિકો દ્વારા એવો દાવો પણ કરવામાં આવ્યો છે કે તેમની પાસે દારૂના દૂષણ સંબંધિત કેટલાક વિડિયો પુરાવા છે.બીજી તરફ જિલ્લા પોલીસ તંત્ર આ મામલે શું કાર્યવાહી કરે છે તે તરફ લોકોની નજર છે. ઉલ્લેખનીય છે કે વાયરલ વીડિયોની સત્યતા અંગે અમારી તરફથી કોઈ પુષ્ટિ કરવામાં આવતી નથી. છતાં આ ઘટનાએ જિલ્લામાં પ્રોહિબિશન કાયદાની અમલવારી અંગે ફરી ચર્ચા જગાવી છે.

Back to top button
error: Content is protected !!