જન શિક્ષણ સસ્થાન ભરૂચ ખાતે ગુજરાત સ્થાપના દિવસ, રાષ્ટીય શ્રમયોગી દિવસની ઉજવણી સાથે સ્કીલ તાલીમ પ્રાપ્ત કરનાર તાલીમાર્થીઓનો પ્રમાણપત્ર વિતરણ કાર્યક્રમ યોજાયો.




સમીર પટેલ, ભરૂચ
કૌશલ્ય વિકાસ અને ઉધોગ સાહસિકતા મંત્રાલય ભારત સરકાર દ્વ્ર।રા પ્રસ્થાપિત જન શિક્ષણ સંથાન ભરૂચ દ્વ્ર।રા ૧મે ગુજરાત સ્થાપના દિવસ, શ્રમયોગી દિવસ ની ઉજવણી તથા સ્કીલ તાલીમ પ્રાપ્ત કરી સફળ થયેલ તાલીમાર્થીઓના પ્રમાણપત્ર વિતરણ કાયૅક્ર્મ યોજાયો. કાયૅક્ર્મની શરૂઆત તાલીમાર્થી બહેનો દ્વ્ર।રા પ્રાથૅનાથી કરવામા આવી. અને મહાનુભવો દ્વ્રરા દિપ પ્રાગ્ટ્ય બાદ સ્વાગત પ્રવચન આપતા નિયામક શ્રી ઝેયનુલઆબેદિન સૈયદ ૬૫ માં ગુજરાત સ્થાપના દિવસ અને શ્રમયોગી દિવસ વિષે વિગતો રજુ કરી કૌશલ્ય તાલીમ અંતર્ગત મહાનુભવો દ્વ્ર।રા પ્રમાણપત્રો વિતરણ કરાયા.વડાપ્રધાનશ્રીના આત્મનિભૅર ભારતની દિશામાં કૌશલ્ય તાલીમ પ્રાપ્ત કરનારને સ્વરોજગારી અને આથિઁક ઉપાજૅન થકી પોતાની આથિઁક સ્થિતિ સુધારવા સંબંધી માહિતગાર કયૉ હતા.
અતિથિ વિશેષ પદેથી સાહિત્યકાર અને કવિ તથા બોડૅ મેમ્બર કરશનભાઈ કે રોહિતે પ્રસંગને અનુરૂપ ઉદ્બોધન કરી તાલીમાર્થીઓને પ્રોત્સાહિત કયૉ હતા. બોડૅ મેમ્બર ઝુલ્ફિકારઅલી સૈયદે સ્કિલ તાલીમ લીધાનુ રીઝલ્ટ મેળવી આગળ વધવા આહવાન કયુ.અને જણાવ્યુ કે આજે દુનિયામા એજ્યુકેશન કરતા સ્કિલ મહત્વનુ છે. જે ના દ્વ્રરા આવકનુ લેવલ સુધારી શકો છો. મુખ્ય મહેમાન પદેથી સંબોધન કરતા વાઈસ ચેરમેન પ્રિતીબેન દાણી એ જન શિક્ષણ સંસથાન ની કામગીરીને બિરદાવી તેમના દ્વ્ર।રા અપાતી સવિશેષ સ્કિલ તાલીમ અને વિવિધ કાયૅક્રમોની સરાહના કરી સંસ્થા વધુને વધુ ઉધમલક્ષી સ્ત્રોત દ્વ્ર।રા તાલીમાર્થીઓ પોતાની સ્થિતિ સુધારી કુંટુંબને સહાયભૂત બને તેવી અભ્યથૅના સેવી હતી. અંતે પ્રોગ્રામ ફિલ્ડ અને લાઈવલીહૂડ કો-ઓડિૅનેટર શ્રીમતિ ક્રિષ્ણાબેન કથોલીયાએ હાજર રહેનાર તમામનો હ્દયપૂવૅક આભાર વ્યક્ત કરી કાયૅક્ર્મની સ્માપ્તિ કરી હતી.



