
અરવલ્લી
અહેવાલ :હિતેન્દ્ર પટેલ
અસંતોષ : માલપુર તાલુકાના પશુપાલકો સાબર ડેરીના પ્રશ્નો માટે મોટી સંખ્યામાં દુધ ઉત્પાદકો એકત્ર થયા,સાબરડેરીના નિર્ણયને માન્ય ન રાખતા વિરોધ યથાવત રાખવાની ચીમકી ઉચ્ચારી
સાબર ડેરી દ્વારા સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના પશુપાલકોના સાબર ડેરી સામે વિરોધના પાંચમા દિવસે ભાવફેરને લઈને સાબર ડેરીએ વાર્ષિક ભાવફેર પ્રતિ કિલો ફેટદીઠ ₹995 ચૂકવવાની જાહેરાત કરી છે. ત્યારે માલપુર તાલુકાના પશુપાલકો સાબર ડેરીના પ્રશ્નો માટે મોટી સંખ્યામાં દુધ ઉત્પાદકો એકત્ર થયા હતા અને સાબર ડેરીના નિયામક મંડળની બેઠક દ્વારા ભાવફેરની જાહેરાતને લઈને આક્રોશ વ્યક્ત કર્યો હતો.પશુપાલકોએ જણાવ્યું હતું કે સાબર ડેરીએ જે પણ નિર્ણય લીધો હોય પણ તે નિર્ણયને માન્ય ન રાખતા વિરોધ યથાવત રાખવાની ચીમકી ઉચ્ચારી હતી.અને વધુમાં જણાવ્યું કે છેલ્લા 25 વર્ષથી સાબર ડેરી ની આગેવાની કરવાવાળા
સાબર ડેરીના ચેરમેન, એમડી સભ્યો અને રાજકીય આગેવાનો તથા જેને દૂધ નથી ભરાતું એવા લોકો સાથે બેસીને પ્રતિ કિલો ફેટદીઠ ₹995 ચૂકવવાની ભાવફેર મામલે સમાધાન કર્યું તે યોગ્ય નથી અને અમારી લડત ચાલુ રહેશે .કારણકે સંઘની કુલ 2800 મંડળીઓમા 950 સંઘની સભાસદો છે ત્યારે મંડળીઓના પ્રતિનિધિ સાથે બેસીને કોઈપણ પ્રકારની ચર્ચા કરવા ચેરમેન કે એમડી ને કોઈ રસ નથી અને અમારા નિર્દોષ પશુપાલકો જેલમાં બંધ છે તેમને છુટા કરવા કે જેલ બહાર લાવવા કોઈ પગલા લીધા નથી.જેથી દૂધ ઉત્પાદન કરતા માલપુર તાલુકાના દૂધ ઉત્પાદકોએ આક્રોશ સાથે જણાવ્યું કે જ્યાં સુધી સભાસદ મંડળીઓના પ્રતિનિધિઓ સામે બેસીને ચેરમેન નિયામક મંડળ સુમેળ નિર્ણય નહીં કરે અને નિર્દોષ પશુપાલકોને છૂટા કરવામાં નહી આવે ત્યાં સુધી દૂધ ન ભરવાની લડત ચાલુ રહેશે




