GUJARATJAMNAGARJAMNAGAR CITY/ TALUKO

ગુજરાત રાજ્ય જેલોના વડાનો દુરંદેશી અભિગમ

અમદાવાદ મધ્યસ્થ જેલ ખાતે વ્યસન મુક્તિ નાટક સહિતના કાર્યક્રમો યોજાયા

જામનગર/અમદાવાદ ( ભરત ભોગાયતા)

અમદાવાદ મધ્યસ્થ જેલ ખાતે  ગત તા.૧૮/૦૭/૨૦૨૫ના રોજ સવારના ૧૨-૦૦ કલાકે “વ્યસનમુક્તિ” ઉપર નાટકનું આયોજન ડૉ.બાબાસાહેબ આંબેડકર ઑપન યુનિવર્સિટીના સહયોગથી કરવામાં આવેલ હતુ. આ કાર્યક્રમામાં માન. જેલોના વડા ડૉ.કે.એલ.એન.રાવ. DGP સાહેબશ્રી, શ્રીમતી ડૉ.પ્રો.ઇન્દુ રાવ(શિક્ષણવિદ), IGP શ્રી અશ્વિન ચૌહાણ સાહેબ, અધિક્ષકશ્રી ડૉ.નિધિ ઠાકુર સાહેબ તેમજ ડૉ.બાબાસાહેબ આંબેડકર ઑપન યુનિવર્સિટીના નિયામકશ્રી પ્રો.ડૉ.પ્રિયાંકીબેન વ્યાસ, પ્રોફેસરશ્રી ડૉ.નિગમભાઈ પંડયા તથા પ્રોફેસર શ્રી દિગિશભાઈ વ્યાસ તથા DISA અમદાવાદ ગ્રામ્યના સેક્રેટરીશ્રી એમ.આર.પટેલ, પ્રોજેક્ટ ઓફિસર શ્રી બી.એસ.ગઢવી SISA, શાહીબાગ અમદાવાદનાઓ હાજર રહેલ હતા.

કાર્યક્રમમાં બંદીવાનોના કલ્યાણની પ્રવૃતિઓ અન્વયે ડૉ.બાબાસાહેબ આંબેડકર ઑપન યુનિવર્સિટીના સહયોગથી જેલના બંદિવાનો દ્વારા “વ્યસનમુક્તિ” ઉપર નાટક પ્રસ્તુત કરવામાં આવેલ હતું. જેમાં બંદિવાનો દ્વારા વ્યસનથી તેમના પરિવાર પર તેમજ શારીરીક થતી તકલીફો બાબતે અલગ-અલગ ભાગમાં નાટક રજુ કરી બંદિવાનોને વ્યસનમુક્તિ અંગે જાગૃત કરવામાં આવેલ હતા. બાદમાં નાટકમાં પાત્રો ભજવનાર બંદિવાનોને સરાહનીય ભેટ તથા જેલમાં રહીને જે બંદિવાનો દ્વારા ધો-૧૦ અને ૧૨માં બોર્ડની પરિક્ષા આપી ઉર્તીણ થયેલ છે તેઓને આગળ વધુ પ્રોત્સાહન મળી રહે તેવા ઉમદા હેતુથી તેઓને પ્રશંસારૂપે જેલોના વડા ડૉ.કે.એલ.એન.રાવ, DGP સાહેબશ્રીના વરદહસ્તે ઈનામ એનાયત કરવામાં આવેલ હતા. જેલોના વડા ડૉ.કે.એલ.એન.રાવ. DGP સાહેબશ્રી દ્વારા જેલમુક્ત થતા બંદિવાનોને નાણાકીય સહાય આપવા માટે પ્રિઝનર એપ્લોયમેન્ટ ગેરંટી સ્કિમની જાહેરાત કરવામાં આવેલ તેમજ દર વર્ષ ૮ અને ૯ ઓગસ્ટના રોજ જેલમાં બંદિવાનો દ્વારા કલ્ચરલ પ્રોગામનું આયોજન કરવાની પણ જાહેરાત કરવામં આવેલ, DGP સાહેબશ્રી દ્વારા જેલમાં રહેલ બંદીવાનોના ઉત્થાન માટે ખુબ જ પ્રશંસનીય કાર્ય હાથ ધરેલ છે અને ભવિષ્યમાં પણ વિવિધ પગલાઓ લેવાનાર છે. તેમ પણ વિગત આપતા જેલર અને પી.આર.ઓ. શ્રી પરમારએ ઉમેર્યુ છે

________________

regards

bharat g.bhogayata

Journalist (gov.accredate)

b.sc.,ll.b.,d.n.y.(GAU),journalism (hindi),ind. relation &personal mnmg.(dr.rajendraprasad uni.)

 

Back to top button
error: Content is protected !!