AHAVADANGGUJARAT

ડાંગ જિલ્લાનાં આહવા તાલુકાનાં ચિકટિયા ગામમાં રેડ ક્રોસ દ્વારા અસરગ્રસ્ત પરિવારોને સહાય કીટનું વિતરણ.

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

થોડા દિવસો પહેલા ડાંગ જિલ્લાના આહવા તાલુકાના ચિકટિયા ગામે આભ ફાટવા જેવી અત્યંત ભારે વરસાદની ઘટના બની હતી.અસામાન્ય અને અતિવૃષ્ટિના કારણે સર્જાયેલા વાવાઝોડા અને વધતા પાણીના પૂરને લીધે ગામના અનેક પરિવારોને ભારે નુકસાન થયું હતુ અને જીવન મુશ્કેલ બન્યું હતુ.આ ગંભીર પરિસ્થિતિમાં અસરગ્રસ્ત પરિવારોને તાત્કાલિક રાહત પહોંચાડવાના ઉદ્દેશ્યથી રેડ ક્રોસની ડાંગ જિલ્લા શાખા દ્વારા આજે સહાય કીટનું વિતરણ કરવામાં આવ્યુ હતુ.રેડ ક્રોસના ચેરમેન અજયભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ અને રાજ્ય શાખાના સહયોગથી ડાંગ જિલ્લા શાખાની ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટીમ દ્વારા કીટોનું વિતરણ કરવામાં આવ્યું હતુ.આ વિતરણ કાર્યક્રમમાં ડાંગ જિલ્લા શાખાના કમિટી સભ્યો અને એડમિનિસ્ટ્રેટરની પણ ઉપસ્થિતિ રહી હતી.આ સહાયથી ગામના લોકોએ તેમની વિષમ પરિસ્થિતિમાં રેડ ક્રોસ દ્વારા કરવામાં આવેલી મદદ બદલ સંસ્થાનો ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો.આ મહત્વપૂર્ણ કાર્ય માટે ડાંગ જિલ્લા શાખાના ઉપપ્રમુખ ડૉ. અમૃતભાઇ પટેલ, ચેરમેન નયનાબેન પટેલ, મંત્રી લાલુભાઇ વસાવા અને જિલ્લા શાખાના સભ્યો દિલીપભાઇ તથા હસરાજનો વિશેષ આભાર માનવામાં આવ્યો હતો.રેડ ક્રોસની આ પહેલથી સ્પષ્ટ થાય છે કે સંસ્થા કુદરતી આફતોના સમયે માનવતાવાદી સહાય પૂરી પાડવા માટે હંમેશા તત્પર રહે છે, અને આવી કટોકટીમાં અસરગ્રસ્ત સમુદાયો માટે જીવનરક્ષક ભૂમિકા ભજવે છે..

Back to top button
error: Content is protected !!