કાલોલ પુરવઠા મામલતદાર ની ગેરહાજરી ને કારણે કાર્ડ ધારકો પરેશાન. ગુરુવાર અને શુક્રવારે હાજર રહે તેવી વ્યવસ્થા કરાવવા માંગ.
તારીખ ૧૮/૦૭/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ તાલુકાના પુરવઠા મામલતદાર સરકારી કામ ને કારણે નિયમિત રીતે કચેરીમાં હાજર રહી શકતા નથી પરિણામે રેશનકાર્ડ માટે આવતા કાર્ડ ધારકો ને ભારે પરેશાની ભોગવવી પડે છે કાલોલ ખાતે ગુરુવાર અને શુક્રવારે જ રેશનકાર્ડ ને લગતા કામો કરવામાં આવે છે ત્યારે છેલ્લા કેટલાક સમયથી રેશનકાર્ડ વિભાજન, નામો કમી, નામ ઉમેરવા માટે,નવા કાર્ડ માટે આવતા ગ્રાહકો મુંઝવણમાં મુકાયા છે. આજ રોજ વ્યાસડા ખેડા ફળિયાના હરિહર પરમાર નામના અરજદાર છેલ્લા ઘણા સમયથી કાર્ડ વિભાજન માટે ધક્કા ખાઈ રહ્યા છે.પુરવઠા વિભાગ ના નાયબ મામલતદાર આજે ડેપ્યુટી સરપંચની ચુંટણી મા રોકાયેલા હોવાથી કચેરીમાં હાજર ન હોવાથી તાલુકાના અંતરિયાળ ગામોમાં થી આવતા કાર્ડ ધારકો પરેશાન થઈ ગયા છે . નાયબ મામલતદાર કચેરી ખાતે હાજર નથી એ બાબતનું કોઈ બોર્ડ કે નોટિસ પણ મૂકવામાં આવી નથી તેથી લોકો કચેરી બહાર બેસી રહેલા જોવા મળ્યા હતા.ત્યારે ફક્ત ગુરુવાર અને શુક્રવારે જ રેશનકાર્ડ નુ કામકાજ કરતા પુરવઠા મામલતદાર ને આ બન્ને દિવસોમાં કચેરીએ હાજર રહે તેવી વ્યવસ્થા કરવા લોકોની માંગ છે.