BANASKANTHAGUJARATPALANPUR

આદર્શ વિદ્યાલય, વિસનગર ખાતે સાયકલ સહાય વિતરણ

10 ડિસેમ્બર જીતેશ જોષી વાત્સલ્યમ્ દૈનિક સમાચાર પાલનપુર બનાસકાંઠા

ગુજરાત સરકારશ્રી તરફથી ધોરણ-9 માં અભ્યાસ કરતી કન્યાઓને ઉચ્ચ અભ્યાસ માટે વિના મૂલ્યેસાયકલ સહાય આપવામાં આવે છે. જેના અનુસંધાને શ્રી અખિલ આંજણા કેળવણી મંડળ સંચાલિત આદર્શ વિદ્યાલય, વિસનગર ખાતે તા-10/12/2024 ના રોજ ધોરણ-9 માં અભ્યાસ કરી રહેલ વિદ્યાર્થિનીઓને સુપરવાઈઝરશ્રી લવજીભાઈ જી.ચૌધરી અને મહેશભાઈ એન.ચૌધરીની ઉપસ્થિતિમાં સાયકલ સહાય વિતરણ કરવામાં આવી હતી. તથા કલાર્કશ્રી સોમાભાઈ ચૌધરી અને દેવજીભાઈ ચૌધરીએ સાયકલ સહાય વિતરણની સુંદર વ્યવસ્થા કરી હતી.

Back to top button
error: Content is protected !!