
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ


આ પ્રંસગે વિજયભાઇ પટેલે જણાવ્યું હતું કે, મહિલા અને બાળ વિકાસ વિભાગ મહિલાઓ અને બાળકોના પોષણ તથા આરોગ્ય માટે સતત પ્રયત્નશીલ છે. બાળકો, કિશોરીઓ, સગર્ભા મહિલાઓ અને ધાત્રી માતા સુપોષિત બને તે માટે તેઓના રોજિંદા આહારમાં પૌષ્ટિક આહારનો ઉપયોગ કરવામાં આવે અને તેમાંથી જરૂરી કેલેરી, પ્રોટીન અને પોષકતત્વો મળી રહે તે માટે ટેક હોમ રાશન, માતૃશક્તિ, બાલશક્તિ અને પૂર્ણાશક્તિમાં દર મહિને આપવામાં આવે છે. મિલેટસ ધાન્યો જેવા કે બાજરી, જુવાર, નાગલી, કોદરી, બંટીનો પણ આહારમાં નિયમિત ઉપયોગ કરવા ઉપસ્થિત મહિલાઓ-કિશોરીઓને જણાવ્યું હતું.
બાળકો અને સગર્ભા બહેનો યોગ્ય પ્રમાણમાં પોષણયુક્ત ખોરાક આરોગે, વિવિધ દેશી વાનગીઓ ઓછી ખર્ચાળ વસ્તુઓમાંથી બનાવી બાળકોને આરોગ્યપ્રદ ખોરાક પૂરો પાડે અને ઘર આંગણે, આંગણવાડીમાં મળતું ટેક હોમ રાસન, મિલેટસ તેમજ સરગવા જેવા પૌષ્ટિક ખોરાક નિયમિત રીતે આહારમાં ઉપયોગ કરે જેથી માતા પોષિત થશે તો બાળકો પણ પોષિત બની સ્વસ્થ રહેશે તેમ પણ તેઓએ ઉમેર્યું હતું.
આજે T.H.R માંથી બનાલેવ વાનગી અને શ્રી અન્ન માંથી બનાવેલ વાનગીઓને એક થી ત્રણ નંબર પસંદગી કરીને આપવામાં આવ્યાં છે. જે આગળ રાજ્ય કક્ષાએ ભાગ લઇ વિજેતા બને તેવી શુભેચ્છાઓ પણ શ્રી વિજયભાઇ પટેલે આપી હતી.
આ પ્રંસગે ડાંગ જિલ્લા પંચાયત પ્રમુખ નિર્મળાબેન ગાઇન તેમજ જિલ્લા પંચાયત મહિલા અને બાળ વિકાસ સમિતિના ચેરમેન શ્રીમતી સારૂબેન વળવીએ પણ કાર્યક્રમ અનુરૂપ ઉદબોધન કરી આંગણવાડી બહેનોને પ્રોત્સાહિત કરી હતી.
આ પ્રસંગે વઘઇ તાલુકા પંચાયતના પ્રમુખ ચંદરભાઇ ગાવિત, શિક્ષણ સમિતિના અધ્યક્ષા બીબીબેન ચૌધરી, આઈસીડીએસ પ્રોગ્રામ ઓફીસર જ્યોત્સનાબેન પટેલ સહિત વિભાગના સંબંધિત અધિકારીશ્રીઓ, આંગણવાડી કાર્યકર બહેનો અને બાળકો ઉપસ્થિત રહ્યા હતા.




