

દિપક પટેલ-ખેરગામ
ખેરગામ ખેરગામ તાલુકા આછવણીના પ્રગટેશ્વર ધામ ખાતે શિવ મહાપુરાણ કથાના ત્રીજા દિવસે શ્રદ્ધાળુઓ માટે વિશેષ પ્રસંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અવસરે પ્રસિદ્ધ કથાકાર અજયભાઈ જાનીની ઓજસ્વી વાણીમાં શિવ મહાપુરાણ કથાનું રસપાન કરાયું હતું. જે શ્રોતાઓને આધ્યાત્મિક ચેતના અને શિવ ભક્તિમાં ડૂબાવી ગયું હતું. કથાના ત્રીજા દિવસે ખાસ કાર્યક્રમના ભાગરૂપે ધર્માંચાર્ય પરભુદાદા અને રમાબા તેમજ કથાકાર અજયભાઈ જાનીના વરદ હસ્તે વિધવા મહિલાઓને ધાબળાનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ અવસરે ધર્માંચાર્ય પરભુદાદાએ શ્રદ્ધાળુઓને સંબોધતા જણાવ્યું કે સંતો પૃથ્વીમાં પડેલા તત્વોને બહાર લાવવાનું અને તેમને સાકાર બનાવવા માટે મહત્ત્વપૂર્ણ કાર્ય કરે છે. પરભુદાદાએ જણાવ્યું કે ભગવાનના નામના સ્મરણ સાથે શ્રદ્ધા અને ધર્મનો માર્ગ અનુસરવાથી જીવનમાં શાંતિ અને સુખ પ્રાપ્ત થાય છે. તેમણે વિધવા મહિલાઓ માટે કરવામાં આવેલા ધાબળા વિતરણને શુભ કાર્ય ગણાવ્યું અને કહ્યું કે આ પ્રકારના સેવાકાર્ય સમાજના તમામ વર્ગો માટે પ્રેરણાદાયક બને છે. કથાકાર અજયભાઈ જાનીની વાણીમાં શિવ મહાપુરાણના તત્વજ્ઞાન અને શિવતત્વના મહત્વનું ઉત્તમ ચિંતન અને પ્રસ્તુતિ સાંભળીને શ્રદ્ધાળુઓમાં ઉર્જા અને ઉત્સાહનો પ્રવાહ જોવા મળ્યો હતો. ભક્તિભાવથી ભરપૂર આ દિવસના કાર્યક્રમમાં નાના-મોટા બધા જ શ્રદ્ધાળુઓએ ઊંડો રસ લીધો હતો. રુદ્રાક્ષનો ઉપયોગ અને તેનાથી થતા લાભ અંગે પ્રકાશ પાડવામાં આવ્યો હતો શિવ મહાપુરાણમાં સપ્તર્ષિઓનું વિશેષ મહત્વ છે. સપ્તર્ષિ એ બ્રહ્માજીના માનસપુત્રો છે, જે બ્રહ્માંડના પાલન અને ધર્મસ્થાપન માટે જાણીતાં છે. આ સપ્તર્ષિમાં વશિષ્ઠ, ભારદ્વાજ, અત્રિ, ગૌતમ, કશ્યપ, જમદગ્નિ અને વિશ્વામિત્રનો સમાવેશ થાય છે. તેઓ શિવજીના પરમ ભક્ત અને ધર્મના પ્રેરક માને છે. શિવ મહાપુરાણમાં સપ્તર્ષિઓના જીવનના શ્રેષ્ઠ આદર્શો અને ધર્મપાઠોનું વર્ણન છે, જે ભક્તોને આધ્યાત્મિક માર્ગે પ્રેરિત કરે છે. આવા મહાન ઋષિઓ શિવભક્તિ અને જ્ઞાનના દ્વારા લોકોને સંસ્કારિત જીવન જીવવા માટે માર્ગદર્શિત પૂજનીય ધામમાં શ્રદ્ધાળુઓ દ્વારા શિવ ભક્તિનું ચિંતન અને સત્સંગનો આનંદ માણવામાં આવ્યો હતો. શિવ મહાપુરાણ કથા આગળના દિવસોમાં પણ શ્રદ્ધાળુઓ માટે આદર્શ માર્ગદર્શન અને આધ્યાત્મિક ઉન્નતિના પાયાનું કાર્ય કરશે. આ અવસરે પ્રગટ પ્રગટેશ્વર સેવા સમિતિ પ્રમુખ બીપીનભાઇ પરમાર, મંત્રી હેમંતભાઈ પટેલ, ખજાનચી અમિતભાઇ પટેલ, મહિલા પ્રમુખ સીતાબેન પટેલ, શિવ પરિવારના અપ્પુભાઈ પટેલ, વિનોદભાઇ પટેલ(મામા), ઠાકોરભાઈ પટેલ, પ્રવીણભાઈ પટેલ, ઝીકુભાઈ પટેલ, અરુણભાઈ પટેલ, મનુભાઈ પટેલ સહિત શિવ પરિવાર અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.



