આદર્શ શૈક્ષણિક સંકુલ ખાતે 76 માં પ્રજાસત્તાક દિનની ઉજવણી કરાઈ

27 જાન્યુઆરી જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
શ્રી અખિલ આંજણા કેળવણી મંડળ સંચાલિત આદર્શ શૈક્ષણિક સંકુલ, વિસનગર ખાતે 76 માં પ્રજાસત્તાક દિને કેળવણી મંડળના પ્રમુખશ્રી કે.કે.ચૌધરીના વરદહસ્તે ધ્વજ ફરકાવી પર્વ ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે દેશના સાંસ્કૃતિક વારસાને, આઝાદીના મૂલ્યોને તથા દેશભક્તિ અને સ્વચ્છતા અભિયાન વગેરેને ઉજાગર કરતા દેશભક્તિ ગીતો, ગરબા અને નૃત્યો વગેરે કાર્યક્રમો આદર્શ શૈક્ષણિક સંકુલના વિદ્યાર્થીઓએ રજૂ કરી સાચા અર્થમાં દેશભક્તિ ઉજાગર કરી હતી. કેળવણી મંડળના પ્રમુખશ્રી કે.કે.ચૌધરીએ તથા શાળાના આચાર્યશ્રી દિનેશભાઈ ચૌધરીએ દેશભક્તોના બલિદાન, દેશની અખંડતા, સ્વચ્છતા અને દેશ સેવા જેવા વિષયો વિશે રોચક પ્રાસંગિક પ્રવચન આપ્યું હતું. આ પ્રસંગે આદર્શ શૈક્ષણિક સંકુલ, વિસનગરના સમગ્ર સ્ટાફ મિત્રો તથા વિદ્યાર્થીઓનો પૂરો સહયોગ પ્રાપ્ત થયો હતો.



