GUJARATPANCHMAHALSHEHERA

પંચમહાલ જિલ્લાના ગોધરા ખાતે શિક્ષણ સહાયકનો નિમણૂક હુકમ વિતરણ કાર્યક્રમ યોજાયો

જિલ્લાની અનુદાનિત શાળાઓના માધ્યમિક વિભાગમાં ૨૪૨ શિક્ષણ સહાયકને નિમણૂક હુકમ વિતરણ કરાયા

 

પંચમહાલ શહેરા

નિલેશભાઈ દરજી શહેરા

પંચમહાલ જિલ્લામાં અત્યારે ૨૦૧ બિન સરકારી અનુદાનિત માધ્યમિક શાળાઓ કાર્યરત છે. જેમાં શિક્ષણ વિભાગ દ્વારા હાલમાં થઈ રહેલી ભરતી પ્રક્રિયા પૈકી માધ્યમિક શાળાઓમાં નવા નિમણૂક પામેલ શિક્ષણ સહાયકોને ભલામણ પત્ર અને નિમણૂક હુકમ વિતરણનો કાર્યક્રમ ગાંધીનગર કમિશનર શાળાઓની કચેરી અને જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરીના સંયુક્ત ઉપક્રમે જિલ્લા પંચાયતના પ્રમુખ રેણુકાબેન ડાયરાના અધ્યક્ષસ્થાને ગોધરામાં આવેલી સેન્ટ આર્નોલ્ડ સ્કૂલ ખાતે યોજાયો હતો. આ કાર્યક્રમમાં પંચમહાલ જિલ્લાની અનુદાનિત શાળાઓના માધ્યમિક વિભાગમાં ૨૪૨ શિક્ષણ સહાયકનો નિમણૂક હુકમ વિતરણ કરવામાં આવ્યું હતું. જિલ્લામાં તમામ શાળાઓમાં શિક્ષકોની ભરતી થતા આચાર્ય અને સંચાલકોમાં ઉત્સાહ જોવા મળ્યો છે. આ કાર્યક્રમમાં જિલ્લા શિક્ષણાધિકારીશ્રી અને સંચાલક મંડળના હોદ્દેદારો તથા વિવિધ ઘટક સંઘના હોદ્દેદારોએ ઉપસ્થિત રહી તમામ અરજદારોને શુભેચ્છાઓ પાઠવી હતી.

 

Back to top button
error: Content is protected !!