GUJARATIDARSABARKANTHA

રાષ્ટ્રીય અંધજન મંડળ સાબરકાંઠા તેમજ રાષ્ટ્રીય બૌદ્ધિક દિવ્યાંગ સશક્તિકરણ સંસ્થા સિકંદરાબાદ દ્વારા શૈક્ષણિક કીટ વિતરણ કરવામાં આવ્યું

તારીખ 28 12 2024 ને શનિવારના રોજ રાષ્ટ્રીય અંધજન મંડળ સાબરકાંઠા અરવલ્લી જિલ્લા શાખા ઇડરના ભાસ્કર ભવન ખાતે મનો દિવ્યાંગ બાળકોની ચિત્ર સ્પર્ધા તેમજ રાષ્ટ્રીય બૌદ્ધિક દિવ્યાંગ સશક્તિકરણ સંસ્થાન સિકંદરાબાદ દ્વારા મનોદિવ્યાંગબાળકો માટેની શૈક્ષણિક કીટનું વિતરણ તેમજ વાલી સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉપરોક્ત કાર્યક્રમમાં સંસ્થાના માનદ મંત્રી શ્રીમતી સોનલબેન દોશી. સહમંત્રી શ્રીમતી પ્રવિણાબેન મહેતા. પ્રોફેસર શ્રી જે બી દવે સાહેબ. ભારત વિકાસ પરિષદ ના પૂર્વ અધ્યક્ષ શ્રી નિકેશભાઈ શંખેશરા. સમારંભના અધ્યક્ષ શ્રી મેહુલભાઈ શાહ નીપાબેન કડિયા તેમજ શહેરના પત્રકાર મિત્રો હાજર રહ્યા હતા. ચિત્ર સ્પર્ધાના નિર્ણાયક તરીકે શ્રી શંકરભાઈ ભોયા વિજયભાઈ પંચાલ તેમજ મીનાબેન પ્રજાપતિએ સેવા આપી હતી મનોદિવ્યંગ બાળકોની કીટ ના વિતરણમાં એન.આઇ. ઇ.પી. આઇ.ડી. આર.સી .નવી મુંબઈના વોકેશનલ ઇન્સ્કટર શ્રી સુરેશભાઈ બેડકે હાજર રહ્યા હતા ચિત્ર સ્પર્ધામાં સાબરકાંઠા જિલ્લાના કુલ ૧૬૦ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો તેમ જ 22 બાળકોએ કીટનો લાભ મેળવ્યો હતો
કાર્યક્રમના સમાપન અને ઇનામ વિતરણ કાર્યક્રમમાં સંસ્થાના હોદ્દેદારો તેમજ નિર્ણાયક શ્રીઓના હસ્તે વિજેતા બાળકોને ઇનામ તેમજ ભાગ લેનાર તમામ લોકોને પ્રોત્સાહન ઇનામ આપવામાં આવ્યું હતું સાથે આવેલ વાલી અને બાળકોને ભોજન આપવામાં આવ્યું હતું
સમગ્ર કાર્યક્રમનું સંચાલન સંસ્થાના વિશિષ્ઠ શિક્ષક શ્રી અમિતભાઈ કાપડિયા તેમજ વીનાબેન કાપડિયાએ કહ્યું હતું. કાર્યક્રમની સફર બનાવવા સંસ્થાના તમામ વિશિષ્ટ શિક્ષકોએ ભારે જહમત ઉઠાવી હતી

જયંતિ પરમાર સાબરકાંઠા

Back to top button
error: Content is protected !!