
રાજપીપલા ટાઉન હોલ ખાતે યોજાયેલા દિવ્યાંગ સાધન સહાય વિતરણ કેમ્પમાં ૫૭ લાભાર્થીઓને સાધન સહાય વિતરણ
રાજપીપલા : જુનેદ ખત્રી
સરદાર ટાઉન હોલ, રાજપીપલા ખાતે દિવ્યાંગ સાધન સહાય વિતરણ કેમ્પ કાર્યક્રમ યોજાયો હતો. જેનો મુખ્ય ઉદ્દેશ નાંદોદ તાલુકાના દિવ્યાંગ લાભાર્થીઓને “સ્વનિર્ભર તથા આધુનિક જીવન જીવવા પ્રેરણા તેમજ સહયોહ થવા સહાયરૂપ બને”
હાઉસિંગ એન્ડ અર્બન ડેવલપમેન્ટ કોર્પોરેશન લિ. (HUDACO) ના CSR કાર્યક્રમ અંતર્ગત એલિમ્કો-ભારત સરકારના સાહસ દ્વારા આયોજીત તથા જિલ્લા વહીવટી તંત્ર, બાળલગ્ન પ્રતિબંધક અધિકારી સહ જિલ્લા સમાજ સુરક્ષા કચેરીના સહયોગથી એલીમ્કો- દિવ્યાંગ સાધન સહાય વિતરણ કેમ્પ યોજાયો હતો.
આ કેમ્પ કાર્યક્રમમાં હડકો-CSR) ચેરમેન અને મેનેજીંગ ડાયરેકટર સંજય કુલેશ્રેષ્ઠએ પ્રાસંગિક ઉદબોધન આપતા જણાવ્યું કે, નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના નગરપાલિકા સહિત ગ્રામ્ય વિસ્તારમાંથી આવેલ તમામ દિવ્યાંગ લાભાર્થીઓને મળેલ સાધનો જીવનમાં ઉપયોગો બને.
વધુમાં જણાવ્યું કે, ભારત સરકારની અનેક કંપનીઓ છે. જે સમાજને ધ્યાનમાં લઈને અનેક સેવાઓ કરી રહી છે. ત્યારે હાઇસિંગ એન્ડ અર્બન ડેવલપમેન્ટ કોર્પોરેશન લિ. (HUDACO) ના CSR અંતર્ગત અમને નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના ૫૭ જેટલા દિવ્યાંગ લાભાર્થીઓને વિવિધ પ્રકારના સાધનો થકી સેવા કરવાનો મોકો મળ્યો છે. ત્યારે સરકાર અને જિલ્લા વહીવટી તંત્રનો માનું છું.




