Halvad:હળવદના પંચમુખી ઢોરા વિસ્તારમાં ઘરના ફળિયામાં સુતેલા યુવાનને માથાના ભાગે બોથળ પદાર્થના ઘા જીકી હત્યા

Halvad:હળવદના પંચમુખી ઢોરા વિસ્તારમાં ઘરના ફળિયામાં સુતેલા યુવાનને માથાના ભાગે બોથળ પદાર્થના ઘા જીકી હત્યા
હળવદ શહેરના વોર્ડ નંબર 7માં પંચમુખી ઢોરા વિસ્તારમાં ડ્રાઇવિગના વ્યવસાય સાથે સંકળાયેલા યુવાન રાત્રે ઘરની બહાર ખાટલામાં સૂતો હતો અને તે દરમિયાન કોઈ અજાણ્યા હુમલાખોરોએ તેની પર પાઇપથી હુમલો કરીને મોતને ઘાટ ઉતાર્યા હતોં જ્યારે બનાવ અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.
મળતી વિગતો મુજબ હળવદના પંચમુખી ઢોરા વિસ્તારમાં રહેતો મૃતક યુવાન સુખદેવ ઉર્ફે કાળુ ઝીંઝુવાડીયા ઉંમર વર્ષ 33 ઘરની બહાર ખાટલામાં સૂતો હતો ત્યારે કોઈ અજાણ્યા હુમલાખોરોએ પાઈપના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતાર્યો હતો જોકે હત્યા કોણે કરી ? શા માટે કરી? તે દિશામાં પોલીસે ફરિયાદ લેવાની તજવીજ હાથ ધરી છે તો સાથે જ લાશને હળવદની સરકારી હોસ્પિટલ ખાતે પીએમ અર્થે ખસેડવામાં આવી છે.હત્યાનો બનાવ પંચમુખી ઢોરા વિસ્તારમાં બનતા પરીવારજનોમા કલ્પાંત સર્જાયો હતો.










