
બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ
તા.૧૫/૦૯/૨૦૨૪
ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકામાં કાર્યરત ટ્રાયબલ કિંગ ગ્રુપ ટી.બીના દર્દીઓની વ્હારે આવ્યું છે. જેમાં નેત્રંગ તાલુકાનાં ટ્રાયબલ કિંગ ગ્રુપના સભ્યો દ્વારા ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકાના વિવિધ ગામોમાં ૧૨૫ જેટલા ટીબીના દર્દીઓ માટે પોષણકીટ વિનામૂલ્યે આપવાની પહેલ શરૂ કરી છે.



