ખેરગામ તાલુકામાં છેલ્લા બે ત્રણ દિવસથી મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે.જેના કારણે ખનકી નાળા ખેતરોમાં પાણી પાણી થઈ જતા ધરતીપુત્રો ખુશખુશાલ જોવા મળી રહ્યા છે.શનિવારે સવારે છ વાગ્યાથી સાંજે ચાર વાગ્યા સુધીમાં 33 એમએમ વરસાદ નોંધાયો હતો.ખેરગામ સહિત તાલુકાના કેટલાક ગામના ખેડૂતોના ખેતરોમાં ડાંગર નું ધરું તૈયાર થતા તેઓએ પોતાના ખેતરોમાં ટ્રેક્ટર દ્વારા કાદવ કરી ડાંગરની રોપણી શરૂ કરી દીધી હતી.તેમજ ઉપરવાસમાં ભારે વરસાદ થતાં ખેરગામ તાલુકામાંથી પસાર થતી ઓરંગા નદીમાં નવા નીર ની આવક સાથે નદી બંને કાંઠે વહેતી થતાં ગરગડીયાનો લો લેવલ બ્રિજ પાણીમાં ગરકાવ થઈ જતા ખેરગામ તાલુકા અને વલસાડ તાલુકાના કેટલાક ગામોનો સંપર્ક કપાય જતા લો લેવલ બ્રિજ ઉપર અવજર જવર બંધ થતાં લોકોએ લાંબો ચકરાવો લેવાની ફરજ પડી હતી.
«
Prev
1
/
93
Next
»
જામીન પર છૂટ્યા બાદ જેલમાં પરત ન ફરનાર આરોપીઓને પકડવા ગુજરાત પોલીસે હાથ ધર્યું 'ઓપરેશન કારાવાસ'