GUJARATMEHSANAMEHSANA CITY / TALUKO

મહેસાણા જીલ્લામાં સ્વામિત્વ યોજના અંતર્ગત ૫૪૦ ગામો પૈકી ૨૮૧ ગામોમાં ૭૪૨૩૭ પ્રોપર્ટીકાર્ડ લાભાર્થીઓને પ્રોપર્ટીકાર્ડ વિતરણ કરવામાં આવ્યા.

રાજ્યમાં ૭,૧૮૯ ગામોમાં પ્રમોલગેશનની કામગીરી પુર્ણ કરી કુલ ૧૨,૨૩,૪૫૧ પ્રોપર્ટીકાર્ડ તૈયાર કરવામા આવ્યું.

ખાસલેખ
સ્વામિત્વ યોજના- ૨૦૨૫
૦૦૦૦૦૦૦૦૦૦૦૦
વાત્સલ્યમ સમાચાર, બળવંતસિંહ ઠાકોર, મહેસાણા

ભારત સરકારનાં પંચાયતરાજ વિભાગ દ્વારા ગ્રામ્ય વિસ્તારમાં મિલકત ધારકોને પ્રોપર્ટીકાર્ડ આપવાના આશયથી ડ્રોન ટેકનોલોજી દ્વારા સ્વામિત્વ-SVAMITVA( Survey of Villages and Mapping improvised Technology in Village Areas) યોજના જાહેર થયેલ છે. સ્વામિત્વ યોજના અંતર્ગત રાજ્યના કુલ ૩૩ જીલ્લાના ૧૩,૮૩૧ ગામોમાં ડ્રોન દ્વારા માપણીની કામગીરી પૂર્ણ કરવામાં આવેલ છે, જે પૈકીના ૭,૧૮૯ ગામોમાં પ્રમોલગેશનની કામગીરી પુર્ણ કરી કુલ ૧૨,૨૩,૪૫૧ પ્રોપર્ટીકાર્ડ તૈયાર કરવામાં આવેલ છે.સ્વામિત્વ યોજના અંતર્ગત બીજા તબક્કામાં ગુજરાત રાજય સમગ્ર દેશમાં પ્રથમ ક્રમે છે.
જ્યારે મહેસાણા જીલ્લામાં ૫૪૦ ગામો પૈકી ૨૮૧ ગામોમાં પ્રમોલગેશન કામગીરી પૂર્ણ કરી ૨૮૧ ગામોમાં ૭૪૨૩૭ પ્રોપર્ટીકાર્ડ લાભાર્થીઓને પ્રોપર્ટીકાર્ડ વિતરણ કરવામાં આવેલ છે. બેચરાજી તાલુકામાં સ્વામિત્વ યોજના અંતર્ગત કુલ ૫૦ ગામોનો સ્વામિત્વ યોજના માં સમાવેશ કરવામાં આવેલ છે. તે પૈકી ૨૫ ગામોની પ્રમોલગેશન કામગીરી પૂર્ણ કરવામાં આવેલ છે. પ્રમોલગેશન પૂર્ણ કરેલ ૨૫ ગામોમાં ૪૮૪૮ પ્રોપર્ટીકાર્ડ લાભાર્થીઓને પ્રોપર્ટીકાર્ડ વિતરણ કરવામાં આવેલ છે.

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની વર્ચ્યુઅલ અધ્યક્ષતામાં દેશમાં ૬૫ લાખ સ્વામીત્વ કાર્ડ વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો . જેમાં સ્વામિત્વ યોજના અંતર્ગત રાજ્યના ૨૦ જીલ્લાના ૪૧૫ ગામોમાં કુલ ૬૪,૦૨૯ પ્રોપ્રર્ટીકાર્ડનું માનનીય વડાપ્રધાનશ્રી હસ્તે તા.૧૮/૦૧/૨૦૨૫ના રોજ ઇ-વિતરણ કરવામાં આવ્યા હતા. જ્યારે આરોગ્યમંત્રીના અધ્યક્ષ સ્થાને બેચરાજી તાલુકાના રણેલા ગામે ૪૨૩ લાભાર્થીઓને પ્રોપર્ટી કાર્ડ વિતરણ કરાયા હતા.

સ્વામિત્વ(SVAMITVA) યોજનાનો મુખ્ય હેતુ ભારતના ગ્રામ્ય વિસ્તારના મિલકત ધારકોને Tકાર્ડ મળી રહે તે છે. આજના ડીજીટલ યુગના સમયમાં ડ્રોન ટેકનોલોજી દ્વારા મિલકતોની શ્રી કરી મિલકત ધારકોને રેકર્ડ ઓફ રાઇટ આપવાનો ભારત સરકાર દ્વારા નિર્ધાર કરવામાં મહત્વપુર્ણ છે.
આનાથી લાભાર્થીને ગ્રામ્ય વિસ્તારના દરેક મિલકત ધારકોને માલિકીહક્ક દર્શાવતુ એક કાયદાકીય દસ્તાવેજ પ્રાપ્ત થશે. મિલકત ધારકોને પ્રોપર્ટીકાર્ડ મળી રહેવાથી બેંકમાં લોન લેવામાં સરળતા રહેશે.મિલકતના નકશા પ્રાપ્ત થશે.ગ્રામ્ય વિસ્તારના વિકાસમાં વધુ વેગ જોવા મળશે.ગ્રામ વિકાસના આયોજન માટે સચોટ જમીન રેકર્ડ તૈયાર થશે.કરની ચોક્કસ વસૂલાત થશે.ડ્રોન સરવે બાદ GIS આધારિત નકશા તૈયાર કરવાથી જે તમામ વિભાગના કાર્યો માટે લાભદાયી થશે.મિલકત સંબંધી વિવાદ અને કાયદાકીય કેસો ઘટશે.

Back to top button
error: Content is protected !!