
તા.૨૪.૦૧.૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:દાહોદ નાં માઁ પાર્વતી નગર સોસાયટીના લોકો પ્રાથમિક સુવિધાની સમસ્યાઓથી પરેશાન અનેક વાર રજુવાત કરાઈ .પણ કોઈ સુનવાઈ નહીં વિસ્તારના લોકોમાં ભારે રોશ
દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાનું રાબડાલ ગામમાં આવેલ માઁ પાર્વતી નગર . સોસાયટી ના લોકો સોસાયટીમાં અનેક પ્રાથમિક સુવિધાઓને લઈને અનેક સમસ્યાઓ થી છે પરેશાન સોસાયટીમાં રોડ રસ્તા વીજળી સહિતની અનેક સમસ્યાઓથી છેલ્લા કેટલાક સમયથી વિસ્તારના લોકો ને મુશ્કેલીઓ નો સામનો કરવો પડી રહ્યો છે
માઁ પાર્વતીનગરમાં. પંચાયત દ્વારા 2024 માં અંડર ગટરની કામગીરી લેવામાં આવી હતી અને ત્યારબાદ ગડરની અધૂરી કામગીરી મૂકી કારણ વગર કામગીરી બંધ થઈ હતી જો કે હાલ પણ છેલ્લાકેટલાક સમય થી કામગીરી બંધ હોવાથી ગટર ના બ્લોક લગાયેલા ઢાંકણાઓ ખુલ્લી હાલતમાં જોવા મળ્યા હતા માઁ પાર્વતીનગરમાં અનેક જગ્યાઆવીજ પરિસ્થિતિ જોવા મળી રહી છે અનેક વાર લોકો ના અકસ્માત થયા જેમાં કેટલાય લોકો ઘાયલ પણ થાયા ખુલ્લી ગટરોમાં પશુઓ પણ પડી જવાની ઘટના સામે આવી હતી . સોસાયટીના ઘરની બહાર જ અંડર ગટરની કામગીરી નો કાટમાળ ના ઢગલા ને ઢગલા હોવાથી પણ લોકો પરેશાન છે સાવચેતી ના ભાગરૂપે આ ગટરના ખુલ્લા બ્લોકમાં કોઈ પડી ન જાય તે માટે આ ખુલ્લી ગટરના બ્લોકને સ્થાનિકો દ્વારા પથ્થરો મૂકી બંધ કરાયા હતા તો કેટલીક જગ્યાએ હાલ પણ ખુલ્લા હોવાથી અકસ્માતની ભીતિ સામે આવી રહી છે વિસ્તારના લોકોએ અનેકવાર તેની રજૂઆત તંત્રને કરાઈ




