વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
આહવા: તા: ૨૪: PC &PNDT Act – ૧૯૯૪ અંતર્ગત આજરોજ ડિસ્ટ્રિક્ટ એડવાઇઝરી કમિટીના અધ્યક્ષ શ્રીમતી સુનિતાબેન બાગુલના અધ્યક્ષ સ્થાને જિલ્લા પંચાયત આરોગ્ય અધિકારીશ્રીની કચેરી ખાતે ડિસ્ટ્રિક્ટ એડવાઇઝરી કમિટીની બેઠક યોજવામા આવી હતી.
આ બેઠકમાં વનબધું આરોગ્ય ધામ હોસ્પિટલ, આહવા ખાતે નવા આવેલ ડો.રીટાબેન બલવંતરાઇ દેસાઇ, એમ.ડી.રેડિયોલોજીસ્ટને દર સોમવારે સવારે ૧૦:૦૦ કલાક થી સાંજના ૦૪:૩૦ કલાક સુધી વાપરવાની મંજુરી તથા જનરલ હોસ્પિટલ, આહવા ખાતે ડૉ.વિનોદ શ્રિરામ મુર્તિબેન્ડા, એમ.ડી. રેડિયોલોજીસ્ટને સોનોગ્રાફી મશીન વાપરવાની મંજુરી તથા CHC, વઘઇ ખાતે ડૉ.દિપ્તી સુખાભાઇ ગામીત, સી.પી.એસ.ગાયનેકોલોજીસ્ટને અઠવાડીયાના તમામ દિવસે સોનોગ્રાફી મશીન વાપરવાની મંજુરી જિલ્લા પંચાયત આરોગ્ય કચેરીએથી આપવામાં આવેલ છે. તે અંગેની ચર્ચા કરવામાં આવી હતી.
વધુમાં કચેરીએથી આપવામાં આવેલ છે. PC&PNDT Act અંતર્ગત દર ૩ (ત્રણ) મહિને એપ્રોપ્રિએટ ઓથોરીટી દ્વારા કરવામાં આવતી ક્લિનિક વેરીફિકેશન બાબતે અધિક જિલ્લા આરોગ્ય અધિકારી દ્વારા જણાવ્યુ હતું કે, જે તાલુકામાં સેક્સ રેશિયો ઓછો હોય અથવા જે ક્લિનિક ખાતે PC&PNDT Actનું પાલન થતુ ન હોય તેવા વિસ્તારની ક્લિનિક ખાતે સ્ટીંગ તથા ડિકોય જેવી કામગીરી હાથ ધરવા ભાર પૂર્વક જણાવ્યું હતું.
જિલ્લા એડવાઈઝરી કમિટીની આ બેઠકમાં ઇ.ચા. EMO અધિકારી ડો.નિલકેતુ પટેલ,-ડાંગ, સિવીલ હોસ્પિટલ આહવાના બાળરોગ નિષ્ણાત ડો.દિલિપ ચૌધરી તેમજ સ્ત્રીરોગ નિષ્ણાત સુશ્રી ડો.ધારા પટેલ, IMA, ચેરમેન ડો.એ.જી.પટેલ, PC&PNDT Act, પ્રોગ્રામ આસીસ્ટંટ ઉમાકાન્ત જી પટેલ સહિતના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.