ગુજરાત સરકારના રમત ગમત વિભાગના સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત દ્વારા જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર, જૂનાગઢના માધ્યમથી શાળાકીય રમતોત્સવ (SGFI) ૨૦૨૫-૨૬નું આયોજન હાથ ધરવામાં આવ્યુ છે. જે અંતર્ગત જિલ્લાકક્ષા એથ્લેટીક્સ સ્પર્ધાનું આયોજન સરદાર પટેલ રમત સંકુલ, ગાંધીગ્રામ, જૂનાગઢ ખાતે કરવામાં આવ્યુ હતું. જેમાં જૂનાગઢ જિલ્લાના ગ્રામ્ય અને શહેર વિસ્તારના ૧૫૦૦ થી વધુ ખેલાડીઓએ ભાગ લઈ પોતાની રમતનું પ્રદર્શન કર્યું હતું.
મહાનુભાવોના હસ્તે ક્રીડા જ્ઞાન પરીક્ષા સ્પર્ધાના જૂનાગઢ જિલ્લાના વિજેતાઓને પ્રમાણપત્ર એનાયત કરી સન્માન કરવામાં આવ્યું હતુ.અને એથ્લેટીક્સ રમતના શ્રેષ્ઠ સિદ્ધી મેળવેલ ખેલાડીઓને પણ સન્માન પત્ર એનાયત કરવામાં આવ્યા હતા. નેશનલકક્ષાની સ્પર્ધા જેવા વાતાવરણમાં માર્ચ પાસનું આયોજન કરવામાં આવ્યું હતુ જેમાં જૂનાગઢ જીલ્લાના તમામ ઝોન અને તાલુકાઓ હાજર રહ્યા હતા અને સરદાર પટેલ રમત સંકુલ ખાતેનો નવો એથ્લેટીક્સ ટ્રેક ખેલાડીઓ માટે ખુલ્લો મુકવામાં આવ્યો હતો.આ તકે ડો.પ્રતાપસિંહ ચૌહાણ વાઈસ ચાન્સેલર ભક્તકવિ નરસિંહ મેહતા યુનિવર્સીટી, કમિશ્નરશ્રી તેજસ પરમાર, નિવૃત કેપ્ટનશ્રી સૈનિક સ્કુલ, પ્રમુખશ્રી વ્યાયામ મંડળ ડો. હમીરસિંહ વાળા તેમજ વ્યાયામ શિક્ષક શ્રી અલ્તાફભાઇ સીડા, શ્રી ભરતભાઈ પરમાર, શ્રી દર્શનભાઈ વાઘેલા, શ્રી હેમંતભાઈ ચાવડા, શ્રી રાજુભાઈ બલાધીયા, શ્રી શૈલેષભાઈ પરમાર, શ્રી ગિરીશભાઇ પાંચાણી, શ્રી વસંતભાઈ મધુડીયા, શ્રી ભરતભાઈ ભેટારીયા, શ્રી ભાવેશભાઈ લીંબડ, શ્રી એન. કે. ભુવા, શ્રી શૈલેન્દ્રસિંહ વાઘેલા, શ્રી ઈરફાનભાઈ ગરાણા, શ્રી દિવ્યરાજસિંહ ચૌહાણ ઉપસ્થિત રહી અને ખેલાડીઓને પ્રોત્સાહિત કર્યા હતા
રિપોર્ટર :અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ