BHARUCHGUJARAT

ભરૂચમાં રોડ ટેકસ ન ભરતાં 130 વાહનો ડીટેઇન, રૂપિયા 43 લાખનો દંડ વસૂલાયો

સમીર પટેલ, ભરૂચ

ભરૂચ આરટીઓ વિભાગે સઘન તપાસ ચાલુ કરતા અંદાજે એક મહિનામાં રોડ ટેક્સ બાકી હોય તેવા વાહનો સહિત નિયમ ભંગ બદલ દંડ કરવામાં આવી રહ્યા છે. ખાસ કરીને રોડ ટેક્સ બાકી હોય તેવા 130 વાહનોને ડિટેઇન કરીને 43 લાખ રોડ ટેક્સ વસૂલવામાં આવ્યો છે. ભરૂચ જિલ્લામાં આરટીઓ વિભાગ તરફથી ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન તેમજ રોડ ટેક્સ ન ભર્યો હોય તેવા વાહન પકડી દંડ કરવા માટે કવાયત હાથ ધરવામાં આવી હતી.
આરટીઓને ટીમ જિલ્લામાં અલગ અલગ વિસ્તારમાં તાપમાં નીકળી હતી જેમાં નેત્રંગ, જંબુસર, દહેજ અને રાજપારડી સહિતના વિસ્તારમાં તપાસ દરમિયાન પિયુસી, બ્લેક ફિલ્મ, ઓવરલોડ, પરમિટ, ફિટનેશ, વીમા, લાયસન્સ, ઓવરસ્પીડ તેમજ નો પાર્કિંગમાં પાર્ક કરવા બદલ દંડ ફટકારવામાં આવી રહ્યો છે. જે વાહનોને રોડ ટેક્સ નહીં ભર્યો હોય તેવા વાહનો ડિટેઈન કરીને આરટીઓ કચેરીએ લાવવામાં આવ્યા છે.
જેમા નાના મોટા વાહનો મળી અંદાજે એક મહિનામાં 130 વાહન રોડ ટેક્સ બાકી હોવાના કારણે વાહન ડિટેઇન કરી 43 લાખની રિકવરી કરવામાં આવી છે. તેમ છતાં કેટલાક વાહન વાહનોના રોડ ટેક્સ બાકી છે. તેવા વાહન ના માલિક રોડ ટેક્સ નહીં ભરે તો ત્રણ મહિના બાદ ડીટેઈન કરેલા વાહનોની આરટીઓ વિભાગ હરાજી કરી ટેક્સ વસૂલ કરશે.

Back to top button
error: Content is protected !!