GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL
શૈક્ષણિક અને તાલીમ પરિષદ અને જિલ્લા શિક્ષણ તાલીમ ભવન દ્વારા વાર્તા કથન નિર્માણ સ્પર્ધામાં બોરુ શાળાની બાળા પ્રથમ.
તારીખ ૦૭/૦૧/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ બીઆરસી ભવન માં શૈક્ષણિક અને તાલીમ પરિષદ અને જિલ્લા શિક્ષણ તાલીમ ભવન પંચમહાલ દ્વારા વાર્તા કથન નિર્માણ સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પ્રાથમિક શાળાઓએ ભાગ લીધો હતો વાર્તા કથન ૨૦૨૪-૨૫ સ્પર્ધામાં કાલોલ તાલુકાની બોરુ પ્રાથમિક શાળામાં ધોરણ-૧ માં અભ્યાસ કરતી અનાયાબાનુ જાવીદભાઈ શેખ ને પ્રથમ ઇનામ આ સ્પર્ધામાં મળ્યું હતું જે પેટે અનાયાને પ્રમાણપત્ર ચોપડો અને પેન અને રૂપિયા ૫૦૦ રોકડા ઇનામ પેટે આપવામાં આવ્યા હતા ખૂબ જ નાની ઉંમરમાં ખૂબ જ સારી રીતે વાર્તાનું કથન કરતા અનાયા એ ખૂબ જ સારું પરફોર્મન્સ કર્યું હતું અને બોરુ પ્રાથમિક શાળા નું નામ રોશન કર્યું હતું આ નાની બાળા અનાયા જિલ્લા સુધી શાળા નું નામ આગળ વધારે તેવી સર્વ શિક્ષકો અને વિદ્યાર્થીઓએ શુભેચ્છા પાઠવી હતી.