
ATM ઉપર રોકડ ઉપાડવા મદદ કરવાના બહાને છેતરપિંડી કરતી ગેંગના બે સાગરીતોને નર્મદા પોલીસે ઝડપી લીધા
મદદ કરવાના બહાના હેઠળ એ.ટી.એમ. કાર્ડની અદલા-બદલી કરી લાખોની છેતરપીંડી આચરતા આરોપીઓને પકડવામાં એલસીબી નર્મદા અને સગબારા પોલીસને સફળતા મળી છે
રાજપીપલા : જુનેદ ખત્રી
સાગબારા પો.સ્ટે.ના ધનશેરા ચેક પોસ્ટ ખાતે પોલીસ માણસો ચેકિંગમાં હતા દરમ્યાન એક મોટર સાયકલ ઉપર બે ઇસમો (૧) અરશદ હસન મહોમદ ખાન (૨) તોફીક ફારૂખ ખાન બંને રહે. હરીયાણા રાજ્ય આવતા જે શંકાસ્પદ લાગતા તેને રોકી મોટર સાયકલનો રજીસ્ટર નંબર ચેક કરતા UP 85 CH 5629ની જણાઇ આવતાં મોટર સાયકલ અંગે પુછપરછ કરતા સંતોષકારક જવાબ નહી આપતા તેમની તપાસ કરતાં તેમની પાસેથી અલગ-અલગ બેંક્ના કુલ-૪૪ એ.ટી.એમ. કાર્ડ મળી આવ્યા હતા સદર પકડાયેલ બે આરોપીઓને પો.ઇન્સ. આર.જી.ચૌધરી, એલ.સી.બી. તથા સી.ડી.પટેલ, પો.સ.ઈ. સાગબારાનાઓ દ્વારા વિશેષ પુછપરછ કરતા સંતોષકારક નહિ આપતા એ.ટી.એમ. કાર્ડ બાબતે અલગ-અલગ બેંકમાં તપાસ કરતાં અરજદારોના નામ-સરનામા તથા મોબાઇલ નંબર આધારે સંપર્ક કરતાં આ ઇસમોએ છળ-કપટથી મેળવેલ હોવાનું જણાઇ આવેલ. જેથી આ બાબતે બન્ને ઇસમોને વિશ્વાસમાં લઇ પુછપરછ કરતા ઇસમોએ એ.ટી.એમ. કાર્ડ મહારાષ્ટ્ર તથા રાજસ્થાન રાજ્યમાં અલગ-અલગ વિસ્તારમાંથી એ.ટી.એમ. ઉપર રોકડ ઉપાડ કરવા આવતા વ્યક્તિઓને મદદ કરવાના બહાના હેઠળ પીન જાણી નજર ચુકવીને એ.ટી.એમ.ના કાર્ડની અદલા-બદલી કરી કુલ-૧,૬૯,૦૦૦/-રોકડ મેળવેલ હોવાનું જણાવેલ. જેથી સદર ઇસમો પાસેથી મળી આવેલ મહારાષ્ટ્ર રાજ્યના અલગ-અલગ બેંન્કના એ.ટી.એમ. કાર્ડ અંગેની તપાસ મહારાષ્ટ્ર રાજ્યનના જાલના જીલ્લામાં તપાસ કરતાં મહારાષ્ટ્ર રાજ્ય તથા રાજસ્થાન રાજ્યમાં એટીએમ કાર્ડ ચોરાયા હોવાના ગુનાઓ તથા અરજીઓ અલગ-અલગ પો.સ્ટે.માં નોંધાયેલ હોવાનું જણાઇ આવ્યું છે
આરોપીઓ પાસેથી પોલીસે અલગ-અલગ બેંકના એ.ટી.એમ કાર્ડ કુલ-૪૪ નંગ, રોકડ રકમ રૂ. ૧૪,૦૦૦/- ,મો.સા.નંગ-૧ કિ.રૂ. ૩૦,૦૦૦/-, મોબાઇલ નંગ-૨ કિ.રૂ.૧૫,૦૦૦/- કબ્જે કર્યા છે. આ કામના આરોપીઓ અને તેના સાગરીતો મારફતે એ.ટી.એમ. મશીનમાં રોકડ ઉપાડવા આવતા વ્યક્તિઓ ઉપર વોચ રાખી મદદ કરવાના બહાને એ.ટી.એમ. કાર્ડનો પીન જાણી લઇ રિજેક્ટ થયેલ એ.ટી.એમ. કાર્ડથી અદલા-બદલી કરી અસલ એ.ટી.એમ. કાર્ડ મેળવી લઇ બીજા એ.ટી.એમ. મશીન ઉપરથી રોકડ રકમ ઉપાડી છેતરપીંડી કરતા હોવાનું સામે આવ્યું છે



