MAHISAGARSANTRAMPUR

ખાનપુર તાલુકામાં આદિજાતિના દાખલા બાબતે ગેરહાજર રહેતા બાળકો શાળામાં નિયમિત આવે તે માટે વહીવટી તંત્રએ દરેક શાળામાં બેઠક યોજી.

ખાનપુર તાલુકામાં આદિજાતિના દાખલા બાબતે ગેરહાજર રહેલા બાળકો શાળામાં નિયમિત આવે તે માટે વહીવટી તંત્રએ દરેક શાળામાં બેઠકો યોજી.

 

અમીન કોઠારી મહીસાગર
તા.૨૫/૧૧/

ખાનપુર તાલુકામાં આદિજાતિના પ્રમાણપત્રોને લઈને વાલીઓએ પોતાના બાળકોને શાળામાં ન મોકલવાનો નિર્ણય કરેલ હતો અને તેઓના નિર્ણયના કારણે બાળકોના ભવિષ્ય અને શિક્ષણ ઉપર અસર ન થાય તે હેતુસર જીલ્લા વહીવટી તંત્ર ધ્વારા ખાનપુર તાલુકામાં આવેલ ૧૨૮ શાળાઓમાં નાયબ મામલતદાર,સી.આર.સી.,બી.આર.સી.તથા તાલુકા પંચાયતના વિવિધ કર્મચારીશ્રીઓના શાળાની મુલાકાત લીધેલ હતી અને એસ.એમ.સી.ના સભ્યો/વાલીઓ સાથે બેઠક યોજી બાળકોને નિયમિત શાળામાં મોકલી અને તેઓના શિક્ષક કાર્યને નિયમિત ચાલુ રાખવા માટે સમજાવટ કરવામાં આવેલ હતી.

ખાનપુર મામલતદારશ્રી પ્રકાશભાઈ પટેલ દ્વારા પણ ઢોલખાખરા પ્રાથમિક શાળાની મુલાકાત લેવામાં આવેલ હતી. અને સ્થાનિક આગેવાનો,એસ.એમ.સી.ના સભ્યો તથા વાલીઓ સાથે બેઠક યોજી હતી અને બાળકોને નિયમિત શાળામાં મોકલી શિક્ષણકાર્ય ચાલુ થાય તે માટે સમજાવટ કરવામાં આવેલ હતી.

Back to top button
error: Content is protected !!