GODHARAGUJARATPANCHMAHAL

ગણેશ મહોત્સવને ધ્યાને લઈ વિસર્જનના રૂટની મુલાકાત લેતા જિલ્લા કલેકટર અજય દહિયા

જિલ્લા કલેકટર એ વિસર્જન રૂટનું નિરીક્ષણ કરી વિવિધ બાબતો અંગે સબંધિત અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી

 

પંચમહાલ ગોધરા

નિલેશભાઈ દરજી શહેરા

સમગ્ર પંચમહાલ જિલ્લામાં દર વર્ષની જેમ આગામી ઓગસ્ટ – સપ્ટેમ્બર માસમાં ગણેશ મહોત્સવ-૨૦૨પ ની ઉજવણી થનાર છે. જેમાં ગણપતિજીની મૂર્તિની સ્થાપના તા.૨૭/૦૮/૨૦૨પ ના રોજ કરવામાં આવશે અને જુદી-જુદી તારીખોએ જુદા-જુદા નકકી કરેલ સ્થળોએ વિસર્જન કરવામાં આવશે.

જેને ધ્યાને લઇ જિલ્લા કલેક્ટરશ્રી અજય દહિયાએ સબંધિત અધિકારીશ્રીઓ સાથે ગણેશ વિસર્જન સંદર્ભે વિસર્જનના રૂટની મુલાકાત લીધી હતી. તેમજ કલેકટરશ્રીએ વિસર્જનના રૂટમાં આવતા અવરોધો, ટ્રાફિક નિવારણ, એમ્બ્યુલન્સના પોઇન્ટ નક્કી કરવા અને નડતરરૂપ કેબલ હટાવવા સહિતની બાબતો અંગે સબંધિત અધિકારીશ્રીઓને જરૂરી સૂચનાઓ આપી હતી.

આ તકે જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી હિમાંશુ સોલંકી, પ્રાંત અધિકારીશ્રી નીરિલ મોદી અને નગરપાલિકા ચીફ ઓફિસરશ્રી સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

 

Back to top button
error: Content is protected !!