રાજપીપલા મહિલાની હત્યા કરી લાશ હનુમાન ધર્મેશ્વર પાસે કૂવામાં ફેંકી દેનાર આરોપી ઝડપાયો
રાજપીપલા પોલીસે અજાણી મહિલાની લાશ મળ્યા બાદ ગણતરીના દિવસમાં ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો
રાજપીપલા : જુનેદ ખત્રી
રાજપીપલા પોલીસ સ્ટેશન વિસ્તારના હનુમાન ધરમેશ્વર પાસેથી અવાવરુ કુવામાંથી મળી આવેલ અજાણી સ્ત્રીની લાશ બાબતે પોલીસે સઘન તપાસ હાથ ધરી હતી જે અનુસંધાને રાજપીપલા ખાતેના હનુમાન ધર્મેશ્વર મંદિર પાસે આવેલ નાળાવાળા જુના અવાવરૂ કુવાના પાણીમાં એક અજાણી ૩૫ થી ૪૦ વર્ષની કોહવાઇ ગયેલ હાલતમા સ્ત્રીની લાશ તરતી મળી આવતા રાજપીપલા પો.સ્ટે અ.મોત દાખલ કરી સંજય શર્મા ઇન્ચા.નાયબ પોલીસ અધિક્ષક રાજપીપલા વિભાગના સીધા માર્ગદર્શન હેઠળ વી.કે.ગઢવી પોલીસ ઇન્સ્પેક્ટર તથા રાજપીપલા પોલીસ સ્ટેશનના સ્ટાફના માણસોએ લાશ પરના કપડા, છુંદણા તથા પહેરેલ બંગડીઓ થકી હ્યુમન સોર્સીસના આધારે વાલી-વારસની શોધખોળ કરતા સદર લાશ ગીતાબેન ભગાભાઇ વસાવા ઉ.વ.આ.૪૦ રહે.વાઘેથા, કિરણ ટેકરી ફળીયુ તા.નાંદોદ જી.નર્મદાનાની હોવાનુ ખુલવા પામેલ જેના મોત બાબતે ગહનતાપુર્વક તપાસ કરતા આરોપી છોટેલાલ ઉર્ફે લરૂ ઓમપ્રકાશ જયસ્વાલ રહે.હનુમાન ધર્મેશ્વર મંદિર પાસે, રેલ્વે સ્ટેશન નજીક, રાજપીપલાના એ ગીતાબેન ભગાભાઇ વસાવાને માર મારી મોત નિપજાવી લાશને વગે કરવાના ઇરાદે કુવામાં ફેંકી દઇ ગુનો કરેલ હોવાની હકિકત ખુલવા પામતા રાજપીપલા પોલીસે પકડાયેલ આરોપી ઉપર એટ્રોસિટી સહિત હત્યાનો ગુન્હો દાખલ કરી આરોપીને હસ્તગત કરી આગળની તપાસ હાથ ધરી છે




