CHHOTA UDAIPURGUJARATNASAVADI
આદિવાસી બાળકો માટે એડવેન્ચર કોર્ષ અને યુવક-યુવતીઓ માટે બેઝીક કોર્ષનો શુંભારંભ કરાવતા જિલ્લા કલેકટર અનિલ ધામેલીયા

મૂકેશ પરમાર,, નસવાડી
ગુજરાત સરકારશ્રીના રમત-ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ, ગાંધીનગર અને કમિશ્નર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ, ગાંધીનગરના ઉપક્રમે જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી, છોટાઉદેપુર અને જિલ્લા વહીવટી તંત્ર, છોટાઉદેપુર દ્વારા આયોજીત ૮ થી ૧૩ વર્ષના બાળકો માટે એડવેન્ચર કોર્ષ ૭ દિવસ અને ૧૪ થી ૪૫ વર્ષના યુવક-યુવતીઓ માટે બેઝીક કોર્ષના ૧૦ દિવસના કાર્યક્રમ સત કૈવલ આશ્રમ, માખણીયા પર્વતની તળેટીમાં, ડુંગરવાંટ ખાતેથી જિલ્લા કલેકટર અનિલ ધામેલીયાએ શુંભારંભ કરાવ્યો હતો.
આ પ્રસંગે જિલ્લા કલેકટરશ્રીએ જણાવ્યું હતું કે, પ્રાકૃતિક સંપદા ધરવતા છોટાઉદેપુર જિલ્લાના માખણીયા પર્વત પર ઐતિહાસિક ચિત્રો, સ્થાનિક પરંપરાની ધરોહરને સાચવી છે. લોકગીતોમાં માખણીયાનો ઉલ્લેખ થાય છે. વન્ય પ્રાણીઓની વસાહત પણ અહિયાંથી શરૂ થાય છે. ફીજીકલ ફીટનેશની આવશ્યકતા વધારે હોય અને બાળકો પ્રકૃતિને માણી શકે સાથે સાથે એડવેન્ચર અને વિવિધ પ્રવૃત્તિઓથી વાકેફ થાયએ હેતુથી આ કોર્ષની શરૂઆત કરવામાં આવ્યો છે. ભવિષ્યમાં આજ જગ્યા એડવાન્સ કોર્ષ અને ફૂલ ટાઈમ કોર્ષ શરૂ થાય તે માટેના પ્રયત્ન કરીશું.
કલેકટરશ્રીએ એડવેન્ચર અને બેઝીક કોર્ષના તાલીમાર્થીઓને કોચની સૂચનાઓનું પાલન કરવા,એડવેન્ચર દરમિયાન ડાયટ અને હેલ્થની કાળજી રાખવા,કોચના માર્ગદર્શનમાં પ્રવૃત્તિઓ કરવા તથા તાલીમાર્થીઓ અહિયાથી નવું લર્નિંગ અને અનુભવ લઈને જાવ એમ જણાવ્યું હતું.
આ કાર્યક્રમમાં નાયબ વન સંરક્ષકશ્રી વી.એમ. દેસાઈ, જિલ્લા યુવા વિકાસ અધિકારી દીપિકાબેન રાણા, એડવેન્ચર કોર્ષના ઘનશ્યામભાઈ સોલંકી, ફોરેસ્ટ વિભાગના અધિકારીઓ, બેઝીક કોર્ષ અને એડવેન્ચર કોર્ષના તાલીમાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.





